નોટબંધી પર લોકો પરેશાન, ગામડાઓમાં કોઠાસૂઝ કામ લાગી

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (14:14 IST)
દેશભરમાં જયારથી પ૦૦-૧૦૦૦ની ચલણી નોટો પર પાબંધી આવી છે, ત્યારથી લોકોને છુટા નાણાની સમસ્યા ભારે સતાવી રહી છે. જીવન જરૃરીયાતની ચીજ-વસ્તુની ખરીદી માટે લોકોને અને વેપારીઓને તકલીફનો સામનો કરવો પડી રહયો છે. તેવા સંજોગોમાં સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાના કોઠા સુજ માનવીએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતા વિનિમય પ્રથા ફરી શરૃ કરી ગાડુ ગબડાવાઈ રહયુ છે.આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૃ થયાનું પ્રકાશમાં આવ્યુ છે. આઝાદી પહેલા રજવાડાના સમયના કરન્સી સીકકા ચલણમાં હતા તે વખતે સાવરકુંડલા ભાવનગર રાજયમાં આવતુ અને અમરેલી ગાયકવાડ રાજયમાં આવતું, બંને ગામો નજીક નજીક હોવા છતા બંનેનું ચલણ જુદુ જુદુ હતુ. જેથી સાવરકુંડલાના ખેડુતો અમરેલીમાં શાક બકાલુ વેચવા જાય તો અહીના જુદા ચલણના કારણે સામાવાળી વ્યકિતની સમજુતીથી શાક બકાલા સામે દુધ-અનાજ, કઠોળ, ફળ-ફળાદી આપવામાં આવતા હતા. તેનાથી લોકો ઘરનું ગુજરાન ચલાવતા હતા. તે સમયમાં તેને વિનિમય પ્રથા કહેવાતી હતી. તે પ્રથા હાલ ફરી શરૃ થઈ છે. સાવરકુંડલાના અભરામપરામાં ખેતરમાં ટ્રેકટર ચલાવવાનું કામ કરતા જનકભાઈ પડસાલા, કમલેશભાઈ નસીત દ્રારા ખેતરમાં ખેડ કરાવતા તેના બદલામાં ૧૦ લીટર કેરોસીન આપ્યુ હતુ. હરેશભાઈ ટેમ્પાવાળા રોજ-બરોજના ફેરાની સામે નાણાના બદલામાં એકાદ-બે મુસાફર પાસેથી દુધ બંધાવી લીધુ છે. કોઈ ઢોરનો ચારો આપી જાય છે. આવા નાના નુખસા અપનાવીને જીવન જરૃરીયાતની ચીજ-વસ્તુની આપ-લે માટે વ્યવહાર સાચવવા ગાડુ ગબડાવી ફરી વિનિમય પ્રથાની યાદ અપાવી રહયા છે. કુત્રિમ નાણાભીડને ટાળવા ગામડાના કોઠાસુજ માનવીએ રજવાડાના સમયને ફરી તાજો કરી દીધો છે.
Next Article