દ્વારકા તાલુકા અને શહેરમા 14 જેટલી બેંકો કાર્યરત છે. બધી બેંકો દ્વારકા શહેરમા હોય લોકોને અનન્ય તકલીફ પડી રહી છે જ્યારે 42 ગ્રામ્યવિસ્તારો વચ્ચે 14 બેંકો હોવાથી લોકોને નાણા જમા અને ઉપાડવા અનેક તકલીફો પડી રહી છે તેમજ અનેક ગામડાઓતો 20 થી 40 કિમી દુર હોવાથી 1 કલાક મુસાફરી કરીને નાણા જમા કરાવવા આવવુ પડે છે. જેથી લોકો સમય અને નાણા બન્ને વેડફાય રહ્યા છે. હાલ ગ્રામિણોએ રજૂઆત કરી છેકે 5 ગ્રામ્યવિસ્તારો વચ્ચે એક બ્રાંચ હોવી જરૂરી છે. વરવાળા ગામના રહેવાશી જિલુબેનને ચકકર આવી ગયા હતા. તેમજ નિચે બેસી જવાની ફરજ પડી હતી. સ્વંયકસેવકો દ્વારા પાણીની સગવડતા ના લીધે થોડી રાહત થવા પામી હતી.મુસ્લીમ અગ્રણી લાલમીયાએ જણાવ્યુ હતુ કે,500 અને 1000 ની નોટો બદલવા લાંબી લાઇનમા ઉભુ રહેવુ પડે છે. કામ ધંધો મુકી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ આ અભીયાનમા અમારા સમાજનો સંપુર્ણ ટેકો છે.દ્વારકાથી 14 કિમી દુર ભાવડા ગામના વતની કાનાભાઇના જણાવ્યા મુજબ 500 અને 1000ની નોટ બંધ થતા દ્વારકાના અંતરીયાળ ગામડાઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોટ બંધ થતા મજબૂરીમા રોજગાર કરવો પડે છે.