ગ્રામ્ય કક્ષાએ પણ પાણીના મિટર લાગશે, આનાથી પાણીની તંગી દુર થશે કે નહીં તે એક મોટો સવાલ

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (12:19 IST)
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થતા પાણીનો બગાળ અટકાવવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની 8 મહાનગર પાલિકથી લઇને 18 હજાર ગામોના તંત્રએ આ નિર્ણયને સાથે સહમતી બતાવી છે. પાણીનો વેડફાટ અટકાવવા માટે 8 મહાનગર પાલિકા, 250 થી વધારે નગરપાલિકા અને 18 હજાર જેટલા ગામના વિસ્તારોમાં પાણી માટેના મીટર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી પુરવઠા વિભાગે પાણીનું વિતરણ કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જરૂર જેટલું જ પાણી લેવાની સૂચના આપ્યા બાદ હવે તેના મોનિટરિંગ માટે મીટરો ગોઠવવાની કવાયત શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં તમામ સ્થળોએ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરાશે. દર વર્ષે ઉનાળાના સમયમાં પીવાના પાણીની તંગી સર્જાય છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરાય છે પરંતુ અગાઉના સમયમાં પાણીના વેડફાટને કારણે ઉનાળો આવતાં સુધીમાં પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે. આથી તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવું મુશ્કેલ બને છે. જેના પગલે રાજ્ય સરકારે વોટર મૅનેજમેન્ટની સાથે કડક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદા અને અન્ય સ્રોતમાંથી પીવાનું પાણી સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવે છે અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા તેનું વિતરણ કરવામાં આવે છે.
Next Article