નોટબંધી વચ્ચે ચૂંટણી ચકરાવો -મહેસાણા જીલ્લામાં કોંગ્રેસમાં 250 લોકોએ ટિકિટની કરી માંગ

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:12 IST)
આગામી વિઘાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવવા માટે મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ઉમેદવારોની સંખ્યા જોવા મળી છે. મહેસાણાની 7 વિધાનસભાની બેઠકો માટે 250 લોકોએ ટીકીટની માગણી કરી હોવાનો પાર્ટીએ દાવો કર્યો છે. કોંગ્રેસે મહેસાણા જિલ્લા પંચાયત, નગરપાલિકા કબજે કરી છે, 20 વર્ષ બાદ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિમાં સુધારો થયો છે. મહેસાણા વિધાનસભા બેઠક માટે 34, વિસનગર બેઠક માટે 29, ઉંઝા બેઠક માટે 27 લોકોએ ટિકિટની માંગણી કરી છે. પાટીદાર અનામત આંદોલનના કેન્દ્ર બિંદુ રહેલા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ આશાવાદી છે. સમાજના તમામ વર્ગમાંથી ટિકિટ માગવામાં આવી છે. તો પક્ષમાં હોદ્દો ભોગવતા લોકોએ પણ ટિકિટ માગી છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રણજિતસિંહ ઠાકોરે વિસનગર બેઠકની ટિકિટ માગી છે. ઉંઝા વિધાનસભા માટે પાંચ કોર્પોરેટરે ટિકિટની માગણી કરી છે. 50થી 60 ટકા નવા લોકો કોંગ્રેસમાં જોડાયા છે. તો પાટીદારોના સરકાર વિરોધી વલણને લીધે કોંગ્રેસમાંથી ચુંટણી લડીને વિધાનસભામાં પ્રવેશ મળશે એવા આશાવાદ સાથે ટિકિટ માગનારાઓની સંખ્યામાં વધારો થયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાય છે.
Next Article