જયલલિતા જીવંત છે કે નહી મોદી કરે હસ્તક્ષેપ - શશિકલા પુષ્પા

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2016 (14:03 IST)
એઆઈએડીએમકેમાંથી  બહાર થયેલા સાંસદ શશિકલા પુષ્પાએ ચેન્નઈમાં ચાલી રહેલ જયલલિતાની સારવારમાં ગડબડીની વાત પણ કહેતા આજે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે કે તે અમ્માને દિલ્હી લાવે. સાંસદે આની પાછળ ષડયંત્રનો પણ હાથ બતાવ્યો. 
 
પ્રધાનમંત્રીને કર્યો અનુરોધ 
 
શશિકલાએ કહ્યુ કે તેમની તબિયતને લઈને કોઈ પારદર્શિતા નથી. લોકો જાણવા માંગે છે કે તે જીવંત છે કે નહી. પ્રધાનમંત્રી મોદીએ  તેમા હસ્તક્ષેપ કરવો જોઈએ. મને શંકા છે કે ત્યા કંઈક ગડબડ છે. 2 મહિનાથી કોઈને ખબર નથી કે શુ ચાલી રહ્યુ છે. કંઈક તો સીક્રેટ છે. હુ ભારતના પ્રધાનમંત્રીને અનુરોધ કરુ છુ કે તેમને એમ્સમાં લાવવી જોઈએ. તેની સારવાર સરકારના નિયંત્રણમાં થવી જોઈએ. ખાનગી હોસ્પિટલનો વિશ્વાસ નથી.  તેમનો કોઈ પરિવાર નથી. અમે તેમના બાળકો છીએ અમને તેમની ચિંતા છે. 
 
ધારાસભ્યોની બેઠક કેમ બોલાવવામાં આવી ? 
 
સાંસદે કહ્યુ કે પીએમને અનુરોધ છે કે એક કટોકટી કમિટીની રચના કરવામાં આવે. જે તેમના સ્વાસ્થ્યની માહિતી લે. તાજી માહિતી મુજબ તેમની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. પછી શશિકલા નટરાજને ધારાસભ્યોની બેઠક કેમ બોલાવી ? ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ શશિકલા પુષ્પાને જયલલિતાએ સાંસદ તિરુચિ શિવાને સાર્વજનિક ચાર થપ્પડ મારવા પર  AIADMKમાંથી બાહર કરી દીધા હતા. જયલલિતાએ કહ્યુ હતુ કે શશિકલાને AIADMKની  છબિ ખરાબ કરવાને કારણે પાર્ટીમાંથી બહાર કરવામાં આવી. 
Next Article