સીએમ અખિલેશએ કાકા શિવપાલ અને ચાર મંત્રીઓને કેબિનેટથી બહાર કર્યા

Webdunia
રવિવાર, 23 ઑક્ટોબર 2016 (14:04 IST)
સીએમ અખિલેશની પિતા મુલાયમને પડકાર , કાકા શિવપાલને કર્યું પાર્ટીથી બહાર 
 
સમાજવાદીએ પાર્ટીમાં પરિવારમાં ચાલી રહ્યા વિવાદ વચ્ચે હવે પાર્ટી તૂટ્વાની શકયતા નજર પડી રહી છે. નારાજ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચાચા શિવપાલ યાદવ સહિત  5 મંત્રિઓને કાઢી બહાર કર્યું. શિવપાલ યાદવ સાથે ગાયત્રી પ્રજાપતિ, નારદ રૉય, શાદાબ ફાતિમા, અને ઓમપ્રકાશ સિંહ અને જયાપ્રદા પણ શામેળ છે. એ બધા શિવપાલ યાદવના નજીકી છે ,જે પાર્ટીના અધ્યક્ષ પણ છે. 
શું કહ્યું અખિલેશે મીટિંગમાં
 
અખિલેશ યાદવએ એમના સમર્થક વિધાયકો અને મંતત્રિઓ સાથે બેઠકમાં આ ફેસલો લીધું અને મંત્રિઓને હટાવવાની ચિટ્ટી રાજ્યપાલ રામ નાઈકને મોકલી. સૂત્રોનો કહેવું છે કે અખિલેશએ આ કદમ પાર્ટીમાં કોઈ મોટા ધટનાક્રમના સંકેત છે. 
 
અખિલેશે કહ્યું કે જે કોઈ પણ અમર સિંહના નજીકી છે તે કેબિનેટમાં રહી શકશે નહી . 
 
* પોતાના આ ફેસલા પછી અખિલેશ યાદવે પાર્ટીની બેઠકમાં સાફ કીધું કે મારી પાર્ટી તોડાવાનો કોઈ ઈરાદો નથી .
* મુલાયમ સિંહ નેતા હોવાની સાથે મારા પિતા પણ છે અને હું એનાથી જુદા થઈ શકતો નથી. 
* હું મુલાયમ સિંહનો અસલ ઉત્તરાધિકારી પણ છું. 
 
અખિલેશ યાદવના સમર્થનમાં પત્ર લખતા પાર્ટીના મહાસચિવક રામગોપાલ યાદવને લઈને પાર્ટીનો કોઈ મોટો ફેસલો કરી શકે છે. કહેવાય છે કે મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ મળ્યા ત્યારબાદ તેમને પાર્ટીથી કાઢી મૂક્યું. 
 
સીએમ એ કહ્યું કે જે લોકો અમરસિંહના સમર્થનમાં છે એમને કેબિનેટમાં રહેવાનો અધિકાર નથી. કાલે એ નેતાજીની બેઠકમાં જશે અને 5 નવંબરના કાર્યક્રમમાં પણ જશે. જે પણ પિતા પુત્રના વચ્ચે આવશે એને બહાર કાઢી મૂકાશે. અને 3 નવંબરથી રથયાત્રા શરૂ કરીશ . 
 
 
Next Article