પાકિસ્તાનનાં ક્વેટામાં IED બ્લાસ્ટ, 10 સૈનિકોનાં મોત, બલૂચ લિબરેશન આર્મીએ લીધી જવાબદારી

Webdunia
શનિવાર, 26 એપ્રિલ 2025 (08:01 IST)
પાકિસ્તાનના ક્વેટ્ટાના માર્ગેટ વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. આ વિસ્ફોટ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવીને રિમોટ કંટ્રોલ IEDનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે અને વિસ્ફોટનો વીડિયો પણ જાહેર કર્યો છે.
 
આ વિસ્ફોટ બલુચિસ્તાનની રાજધાનીની બહાર થયો હતો. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે તેણે આ હુમલામાં 10 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. આ વિસ્ફોટ રિમોટ કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

<

#BREAKING: Baloch Liberation Army freedom fighters eliminated 10 personnel of the occupying Pakistani Army in a remote-controlled IED attack in Margat, a suburb of Quetta, and the target vehicle was destroyed in the attack. Pakistani soldiers helpless in Balochistan. pic.twitter.com/ZNvHgv5XoE

— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 25, 2025 >

સંબંધિત સમાચાર

Next Article