પુતિન 5મી વાર બન્યા રૂસના રાષ્ટ્રપતિ, જાણો લોકોમાં આટલા પ્રિય કેમ છે, કેવુ રહી અત્યાર સુધીની રાજનીતિક યાત્રા

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (11:37 IST)
Vladimir Putin: ત્રણ દિવસની ચૂંટણી પ્રક્રિયા પછી છેવટે વ્લાદિમીર પુતિન રૂસના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. તેમા કોઈને પણ નવાઈ ન થઈ. કારણ કે આ પહેલા જ  માનવામાં આવી રહ્યુ હતુ કે પુતિન જ સહેલાઈથી 5મી વાર આ ઈલેક્શન જીતી જશે.  તેમણે રવિવારે થયેલી ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવી. જો કે મોટી સંખ્યામાં વિરોધીઓએ પ્રદર્શન પણ કર્યુ. અમેરિકાએ પણ રૂસમા થયેલા પ્રેસિડેંટ ઈલેક્શનને લઈને કહ્યુ કે રૂસમાં નિષ્પક્ષ વોટિંગ થયુ નથી. જો કે પુતિને દુનિયાને એકવાર ફરી બતાવી દીધુ કે રૂસમાં તેઓ કેટલા તાકતવર નેતા છે. આવો જાણીએ તેમના રાજનીતિક યાત્રા વિશે. એ પણ જાણીશુ કે છેવટે એવી કંઈ લોકપ્રિયતા છે કે તેઓ સતત રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી રહ્યા છે. 
 
1999મા પહેલીવાર સત્તામાં આવ્યા હતા પુતિન, અને હવે 2024માં પાંચમીવાર તેઓ પરત સત્તામાં સિરમૌર બનીને દુનિયાને બતાવી દીધુ કે ભલે જંગ હોય કે શાંતિ પુતિન અને રૂસ એકબીજાના વિકલ્પ છે.  આવુ 2030 સુધી કાયમ રહેશે. 71 વર્ષીય પુતિન સહેલાઈથી હવે એકવાર ફરી પોતાના છ વર્ષનો નવો કાર્યકાળ સુરક્ષિત કરી લેશે.  આ સાથે જ તેઓ નવો રેકોર્ડ પણ કાયમ કરી લેશે.  તેઓ રૂસના સર્વકાલિક રૂપથી મહાન નેતા જોસેફ સ્ટાલિનથી આગળ નીકળી જશે અને 200થી વધુ વર્ષો સુધી રૂસના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા નેતા બની જશે. 
 
પુતિનને મળ્યા 87 ટકાથી વધુ વોટ 
પોલસ્ટર પબ્લિક ઓપિનિયન ફાઉંડેશન(એફઓએમ) ના એક એક્ઝિટ પોલ મુજબ પુતિને 87.8% વિટ મેળવ્યા. જે રૂસના સોવિયત ઈતિહાસનુ સૌથી મોટુ પરિણામ છે. રશિયન પબ્લિક ઓપિનિયન રિસર્ચ સેંટર (વીસીઆઈઓએમ)એ પુતિનને 87% પર રાખ્યા છે. પહેલા સત્તાવાર પરિણામોએ સંકેત આપ્યુ કે ચૂંટણી સટીક હતી. 
 
 
પુતિન ફરીથી રાષ્ટ્રપતિ બનવાથી પશ્ચિમી દેશોને લાગ્યો ઝટકો 
અમેરિકા અને પશ્ચિમી દેશોને પુતિનની તાજપોશીથી મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેનને સતત સૈન્ય અને આર્થિક મદદ કરનારા પશ્ચિમી દેશોને લાગી રહ્યુ હતુ કે રૂસમાં પુતિનને સતત જંગના પરિણામ લોકોના ગુસ્સાના રૂપમાં જોવો પડશે.  પણ આવુ ન થયુ. આ દરમિયાન અમેરિકાએ રૂસમાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉભો કરી દીધો. વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પ્રવક્તાને કહ્યુ,  ચૂંટણી સ્પષ્ટ રૂપે સ્વતંત્ર કે નિષ્પક્ષ નથી. કારણ કે પુતિને રાજનીતિક વિરોધીઓને જેલમાં નાખી દીધા છે અને બીજાને તેમના વિરુદ્ધ લડવાથી રોક્યા છે. 

જાણો કેવી રહી પુતિનની 25 વર્ષની રાજનૈતિક યાત્રા ?
વ્લાદિમીર પુતિને વર્ષ 1999થી રૂસની સત્તામાં કાયમ રહ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના પદ પર રહ્યા છે. વર્ષ 1999 રૂસના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને ખરાબ સ્વાસ્થ્યને કારણે રાષ્ટ્રપતિ પદ છોડ્યુ હતુ. 31 ડિસેમ્બર 1999ના રોજ પુતિનને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2000 અને 2004ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પુતિને જીત મેળવી. 
 
પડકારરૂપ રહ્યુ પુતિનનુ શરૂઆતી જીવન, સ્ટાલિન સાથે કેવુ છે કનેક્શન ?
પુતિનના દાદા વ્લાદિમીર લેનિન અને જોસેફ સ્ટાલિનના પર્સનલ રસોઈયા હતા. પુતિનના માતા-પિતાના લગ્ન 17 વર્ષની વયમાં થયા હતા. પુતિનના પિતા એક ફેક્ટરમાં કામ કરતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. યુદ્ધમાં એક ગ્રેનેડ હુમલામાં પિતા જખ્મી થઈ ગયા હતા. ત્યારબાદ તેમને પરિવાર ચલાવવામાં મુશ્કેલીઓ આવવા માંડી. માતા કચરા પોતુ કરીને ગુજારો કરતી હતી. પુતિનેને આ બધુ ગમતુ નથૌ. તેમના પરિવાર પર ત્યારે દુખનો પહાડ તૂટી પડ્યો જ્યારે પુતિનના બે નાના ભાઈ બાળપણમાં જ મરી ગયા હતા. 7 ઓક્ટોબર 1952ના રોજ સેંટ પીટર્સ બર્ગમાં જન્મેલા પુતિનને 12 વર્ષની વયમાં જુડો શીખવુ શરૂ કર્યુ દીધુ હતુ.  સંઘર્ષપૂર્ણ શરૂઆતી જીવને તેમને અનેક અનુભવ આપ્યા. આ અનુભવોનો લાભ લઈને તેમને ઉત્તરોઉત્તર આગળ વધતા ગયા.  
 
 
શા માટે પુતિન લોકોમાં લોકપ્રિય છે?
પુતિન હંમેશા લોકોમાં લોકપ્રિય રહ્યા છે. આ યુદ્ધ પછી, તે ચોક્કસપણે સ્પષ્ટ હતું કે પુતિન પ્રત્યે જનતાનું વલણ શું હશે. રશિયામાં રાજકીય નિરીક્ષકો આ ચૂંટણીને લોકમત તરીકે પણ લઈ રહ્યા હતા. તેઓ એ જોવા માંગતા હતા કે યુદ્ધ છતાં જનતાએ 

સંબંધિત સમાચાર

Next Article