ફ્રાંસની રાજધાની પેરિસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના એક દિવસ પહેલા જ ગોળીબારીમાં એક પોલીસ કર્મચારીનુ મોત થઈ ગયુ અને બે અન્ય ઘાયલ થઈ ગયા. જેની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદેએ કહ્યુ કે તે આશ્વસત હતા કે ચૈમ્પસ એલીસીસ બુલેવાર્ડમાં ગોળીબારની ઘટના એક આતંકવાદી ઘટના હતી. જેમા હુમલાવરે પોલીસની ગોળી મારીને હત્યા કરી દીધી.
ન્સના રાષ્ટ્રપતિ ફ્રેન્કવા ઓલાન્દેએ કહ્યુ છે કે, જે હુમલાખોર માર્યો ગયો તે ત્રાસવાદી કૃત્ય હતુ. આ હુમલામાં બીજા કેટલાક લોકો પણ સામેલ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે બે લોકોએ પોલીસ અધિકારીઓની ગાડી ઉપર હુમલો કર્યો હતો. એક હુમલાખોર ગાડીમાંથી બહાર નીકળ્યો અને તેણે પોલીસ ઉપર મશીનગનથી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત થયુ હતુ અને બે અધિકારીને ગંભીર ઇજા થઇ હતી. આ હુમલો પેરિસના શોએલીઝે વિસ્તારમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર થયો હતો. આ જગ્યા શહેરની જાણીતી જગ્યા છે.
આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. હુમલાખોરે સમજી વિચારીને એક ષડયંત્ર હેઠળ પોલીસવાળાઓને નિશાના ઉપર લીધા હતા. ફ્રાન્સના મીડીયાના જણાવ્યા પ્રમાણે ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસએ આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલાખોરની ઓળખ થઇ ગઇ છે. આઇએસઆઇએસ સમર્થક વેબસાઇટ પર જણાવાયુ છે કે તેનુ નામ અબુ યુસુફ અલ બલજીકી છે. આ હુમલામાં વધુ લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ થઇ છે.
ફ્રાન્સમાં રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે તે પહેલા આ હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. ફ્રાન્સમાં ર૦૧પ થી અત્યાર સુધીમાં ત્રાસવાદી હુમલામાં ર૩૮ લોકોના મોત થયા છે. મોટાભાગના હુમલા આઇએસઆઇએસએ કર્યા છે. આ હુમલાની વિશ્વભરમાં ટીકા થઇ છે.