લંડનના રસ્તાઓ પર આ રીતે વેશ બદલીને ફરી રહ્યો છે છે ભગોડિયો નીરવ મોદી

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (10:56 IST)
બેંકોના 13 હજાર કરોડ રૂપિયાના ઘોટાડા કરી ફરાર થનારો ભગોડો હીરા વેપારી નીરવ મોદી લંડનના રસ્તા પર બિંદાસ ફરતો જોવા મળ્યો. બેકોને ચુનો લગાવ્યા પછી દેશ છોડીને ભાગેલો હીરા વેપારી નીરવ મોદીનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમા તે બિલકુલ નવા લુકમાં દેખાય રહ્યા છે અને તેણે દાઢી વધારી લીધી છે. જ્યારે તેને ઘોટાળા સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જવાબ ન આપ્યો. 
 
આ દરમિયાન સંવાદદાતાએ અનેકવાર નીરવ મોદીને સવાલ પૂછવાની કોશિશ કરે પણ સોરી નો કમેંટ્સ કહીને તે સવાલોને ટાળતો રહ્યો. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પહેલા જ રજુ કરવામાં આવી છે. અને તેના પ્રત્યર્પણ માટે બ્રિટનને બે વાર અપીલ કરવામાં આવી ચુકી છે. ભગોડિયો નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 14000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (પીએનબી)સાથે દગાખોરી મામલાના આરોપી છે. 
 
આ પહેલા ભગોડિયા હીરા વેપારી નીરવ મોદીનો સમુદ્ર તટ સ્થિત બંગલો વિસ્ફોટકનો ઉપયોગ કરી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.  રાયગઢ જીલ્લા કલેક્ટર વિજય સૂર્યવંશીએ કહ્યુ હતુ કે આ એક નિયંત્રિત વિસ્ફોટ હતો. વરિષ્ઠ આઈએએસ અધિકારીએ બંગલાને ધ્વસ્ત કરવનો આદેશ આપ્યો હતો. મંગળવારે બંગલામાં વિસ્ફોટક લગાવવામાટે પિલરમા સ્થાન બનાવવા માટે મશીનનો ઉપયોગ કર્યો હતો. આ માટે વિશેષ તકનીક દળને બોલાવવામાં આવી હતી.  રાજ્ય સરકારે ગયા વર્ષે ઈડીને પત્ર લખી અલીબાગના નિકટ કિહિમ સમુદ્ર તટ પર આવેલ બંગલાને ધ્વસ્ત કરવા માટે અનુમતિ માંગી હતી. ઈડીએ આ સંપત્તિને કુર્ક કરી હતી. 

સંબંધિત સમાચાર

Next Article