ઓસામાના પુત્ર હમજા બિન લાદેનને શોધી કાઢવા પર 1 મિલિયન ડોલર આપી રહ્યુ છે અમેરિકા

શુક્રવાર, 1 માર્ચ 2019 (12:43 IST)
અમેરિકાએ અલ-કાયાઅ સરગના ઓસામા બિન-લાદેનના પુત્રના સંબંધમાં સૂચના આપનારને 10 લાખ ડોલરનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. 
 
અમેરિકા ઓસામાના પુત્ર હમજા બિન-લાદેનને આતંકવાદનો ઉભરતા ચેહરાના રૂપમાં જુએ છે. જિહાદ કે યુવરાજ ના નામથી ઓળખાનારો હમજા ક્યા છે તેનુ કોઈ ઠેકાણુ કોઈને જાણ નથી. વર્ષોથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાન, અફગાનિસ્તાન, સીરિયામાં રહી રહ્યો છે કે પછી ઈરાનમાં નજરબંધ છે. 
 
અલ-કાયદાનો હવાલો આપતા અમેરિકી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ, હમજા બિન લાદેન અલ-કાયદાન સરગના ઓસામા બિન લાદેનનો પુત્ર છે અને તે અલ-કાયદાથી જોડાયેલ સંગઠનમાં નેતાના રૂપમાં ઉભરી રહ્યો છે. 
 
અમેરિકી વિદેશ મંત્રાલયે કોઈપણ દેશમાં હમજાની હાજરીના સમાચાર આપનારને 10 લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે. 
 
અમેરિકાના મુજબ હમજાની વય લગભગ 30 વર્ષ છે અને 2011માં પોતાના પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે. 
 
અમેરિકી નેવી સીલ્સે પાકિસ્તાનના એબટાબાદમાં ઘુસીને 2011માં ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી. 
 
કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી એટેક પછીથી ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ બની ગઈ છે. બંને દેશમાં સતત વિવાદ થઈ રહ્યો છે. ભારત પકિસ્તાન પ્રાયોજીત આંકવાદ અને ત્યાની ધરતી પર ઉછરી રહેલ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને તેના સરગના મસૂદ અઝહરના વિરુદ્ધ સખત છે. તો બીજી બાજુ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ એ પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર બૈન લગાવવાને લઈને પ્રસ્તાવ રજુ કર્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર