મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટીમાં આવેલ શક્તિશાળી ભૂકંપમાં લગભગ 150 લોકોના મોત થઈ ગયા છે અને ડઝનો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મચારી કાટમાળમાંથી જીવીત લોકોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. અધિકરીઓનુ કહેવુ છે કે મરનારાઓની સંખ્યા વધી શકે છે.
અગાઉ પણ બે અઠવાડિયા પહેલા પણ ભીષણ ભૂકંપ આવ્યો હતો જેમાં 90 લોકોના મોત થયા હતા. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી જ્યારે મેક્સિકોના સીસ્મોલોજિકલ ઇંસ્ટીટ્યૂટ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.8 હતી. સંસ્થાએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પડોશી પ્યૂબ્લા પ્રાંતમાં ચિયાઉતલા ડિ તાપિયાથી સાત કિલોમીટર પશ્ચિમમાં હતું.