ભારતની Manushi છિલ્લરનો આ શાનદાર જવાબ થી બની મિસ વર્લ્ડ 2017

Webdunia
રવિવાર, 19 નવેમ્બર 2017 (12:01 IST)
16 વર્ષ પહેલા વર્ષ 2000 માં પ્રિયંકા ચોપડાએ આ તાજ જીત્યો હતો. આ સિવાય ઐશ્ર્વર્યા રાય, ડાયેના હેડન સહીત 6 સુંદરીઓ મિસ વર્લ્ડ બની છે.
 
ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-2017 બની છે. ચીનમાં આયોજીત મિસ વર્લ્ડ-2017ની ગ્રૅંડ ફિનાલેમાં ભારત તરફથી ભાગ લઈ રહેલી માનુષી છિલ્લર વિજયી થઈ છે.મિસ વર્લ્ડ 2017 દુનિયાના વિભિન્ન દેશોમાંથી આવેલી 108 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
 
માનુષી છિલ્લર હરિયાણાના ઝજ્જર જિલ્લાના એક ગામની રહેવાસી છે. માનુષી ના પિતા મિત્રવાસુ છિલ્લર અને માઁ નીલમ છિલ્લર વ્યવસાયે ડૉક્ટર છે, અને માનુષિ પોતે પણ એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. મિસ વર્લ્ડ 2017માં આ વખતે વિશ્વના વિવિધ દેશની 118 સુંદરીઓને પછડાટ આપીને માનુષીએ આ ખિતાબ હાંસલ કર્યો છે. આ અગાઉ વર્ષ 2000માં એટલે કે 17 વર્ષ પહેલા ભારતની પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની હતી.
 
આ વખતની સ્પર્ધામાં બીજા ક્રમે મિસ મૅક્સિકો, અને ત્રીજા ક્રમે મિસ ઈંગ્લૅન્ડ રહી છે. મહત્વનું છે કે આ અગાઉ ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા થી લઈને ડાયના હેડન, સુધી અત્યાર સુધીમાં કુલ 6 ભારતીય સુંદરીયો મિસ વર્લ્ડનો ખિતાબ મેળવી ચુકી છે.
મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં બીજા ક્રમાંકે મિસ મેક્સિકો અને ત્રીજા નંબરે મિસ ઈંગ્લેન્ડ રહી હતી. મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ.

20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે.તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે. મિસ વર્લ્ડ બનવું એ માનુષની બાળપણથી સપનું હતું. મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે.

સંબંધિત સમાચાર

Next Article