બાઈડેનને અમેરિકી સૈનિકોથી જ ખતરો છે ? જાણો કેમ હટાવ્યા નેશનલ ગાર્ડના 12 જવાન

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2021 (19:57 IST)
અમેરિકન કેપિટલ (સંસદ ગૃહ) માં હિંસક તોફાનો અને સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખતા જો બાઈડેન બુધવારે  વોશિંગ્ટનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે અમેરિકાના   આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. કાયદા અમલીકરણ અધિકારીઓ માત્ર સંભવિત બાહ્ય ખતરાનો જ અનુભવ નથી કરી રહ્યા પરંતુ તેમને ચિંતા એ છે કે સુરક્ષાની જવાબદારી સાચવી રહેલા કોઈ કર્મચારી પણ ડ્યુટી દરમિયાન હુમલો કરી શકે છે. 
 
જો કે, બાઈડેનને કોઈ વિશેષ ખતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  આમ છતાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને 25,000 થી વધુ સૈનિકો અને પોલીસ જવાનોને સુરક્ષામાં લાગ્યા છે. સલામતીની તૈયારીના ભાગરૂપે રસ્તાઓ પર ટૈંક અને કંક્રીટના બૈરિકેડ લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્મારક બંધ કરવામાં આવ્યું છે. અમેરિકી સંસદ પરિસરની ઘેરાબંદી કરવામાં આવી છે. સમગ્ર પ્રોગ્રામની સુરક્ષાની જવાબદારી સાચવી રહેલ સીક્રેટ સર્વિસના અધિકારીઓએ કહ્યું કે તેઓ કોઈપણ પરિસ્થિત માટે તૈયાર છે.
 
કાયદા પ્રવર્તન અધિકારી જણાવ્યુ કે અધિકારી ઘોર દક્ષિણપંથી ને મિલિશિયા સમૂહના સભ્યો પર નજર રાખી  રહ્યા છે. તેમની ચિંતા એવા સંભવિત સમૂહના સભ્યો દ્વારા વોશિંગટનમાં આવીને હિંસક સંઘર્ષ ભડકાવવાને લઈને છે. અધિકારીએ જણાવ્યુ કે શપથ ગ્રહણ સમારંભના કલાકો પહેલા સંઘીય એજંટ ચૂટાયેલા નેતાઓને ધમકી અને કાર્યક્રમમાં ઘુસપેઠ કરી ગડબડીના ઈરાદા સંબંધી ચર્ચા સહિત ચિંતાજનક ઓનલાઈન ચૈટિંગ કરનારાઓની પર નજર રાખી રહ્યુ છે. 
 
કેમ હટાવ્યા 12 જવાન ?
 
એફબીઆઈની તપાસ પછી નેશનલ ગાર્ડના 12 કર્મચારીઓને સુરક્ષા ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે જેમાથી બે લોકોએ બુધવારે થનારા કાર્યક્રમને લઈને ઉગ્ર નિવેદન આપ્યુ હતુ.  જઓકે પેટાગનના અધિકારીઓએ તેની વિસ્તૃત માહિતી આપી નથી બે અન્ય અમેરિકી અધિકારીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યુ કે હટાવેલા બધા 12 કર્મચારી દક્ષિણ પંથી મિલિશિયા સમૂહ સાથે સંબંધ ધરાવતા હતા અને તેમણે કટ્ટરપંથી વિચાર સોશિયલ મીડિયાપર શેયર કર્યા હતા. નેશનલ ગાર્ડ બ્યુરોના પ્રમુખ જનરલ ડેનિયલ હોકેસને ચોખવટ કરી છે કે સભ્યોને કાર્ય પરથી હટાવીને ઘરે મોકલવામાં આવ્યા છે. 
 
ચાર રાષ્ટ્રપતિની થઈ ચુકી છે હત્યા 
 
અગાઉ અમેરિકી સંસદમાં ટ્રંપ સમર્થકો તરફથી કરવામાં આવેલ હિંસા પછી બાઈડેનની સુરક્ષાને લઈને ભય એ માટે વધી ગયો છે કારણ કે અમેરિકામાં પહેલા પણ ચાર રાષ્ટ્રપતિની હત્યા થઈ ચુકી છે. 1865માં અબ્રાહમ લિંકનની હત્યા કરવામાં આવી હતી. 1881માં જન્મ ગારફીલ્ડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 1901માં વિલિયમ મૈકિનલેની હત્યા કરવામાં આવી તો 1963માં જૉન એફ કનેડીનો પણ આ જ રીતે અંત થયો. 

સંબંધિત સમાચાર

Next Article