ઈમરાન ખાન પાસેથી છિનવાયુ પાકિસ્તાન પીએમનુ પદ, જાણો હવે કોણા હાથમાં દેશની કમાન

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (12:45 IST)
પાકિસ્તાનમાં એક દિવસના રાજકીય ઉથલપાથલ બાદ રવિવારે સાંજે ઈમરાન માટે ખરાબ સમાચાર આવ્યા હતા.રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બલી ભંગ કર્યા બાદ ઈમરાન ખાનને રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
 
રજુ થયુ નવુ સર્કુલર 
પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા સર્કુલરમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન હવે સત્તાવાર રીતે પાકિસ્તાનના વડાપ્રધાન નથી. આ પહેલા પાકિસ્તાનના એક મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે કલમ 224 હેઠળ ઈમરાન ખાન હાલના સમય માટે કેરટેકર પીએમ રહેશે.
 
તત્કલ પ્રભાવથી સીએમ પદ પરથી હટાવ્યા 
પરંતુ રવિવારે મોડી સાંજે પાકિસ્તાન સરકાર તરફથી નવુ સર્કુલર રજુ થયુ. જેમા લખવામાં આવ્યુ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા પાકિસ્તાનની સંસદને ભંગ કર્યા બાદ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 48(1) સાથે વાંચવામાં આવેલી કલમ 58(1) મુજબ, સંસદીય બાબતોના મંત્રાલય, તારીખ 3જી એપ્રિલ, 2022, ઇમરાન અહેમદ ખાન નિયાઝીનું પાકિસ્તાનના વડા પ્રધાન પદને તાત્કાલિક નાબૂદ કરવામાં આવશે. અસર આપવામાં આવી છે

સંબંધિત સમાચાર

Next Article