વડા પ્રધાન તરીકે તેમણે ઇસ્લામના પડદા પ્રથાની પ્રશંસા કરતા થોડી સારી સલાહ આપી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ક્યા ચૂપ બેસવાના હતા. એક યુઝરે ટ્વિટર પર તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો અને તેમને ઘેરી લીધા. ઇમરાનનો આ વીડિયો તે સમયનો છે જ્યારે તે ક્રિકેટર હતો અને તે બીચ પર બિકીની પહેરેલી યુવતીની સાથે છે.
ઇમરાને સવાલ ઉઠાવ્યો હતો કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે, બળાત્કારના કેસો વધી રહ્યા છે, સરકાર શું પગલાં લઈ રહી છે? જવાબમાં તેણે તેના માટે અશ્લીલતાને દોષી ઠેરવી હતી.
આ પછી, ટ્વિટર પર ઘણા લોકોએ આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ કહ્યું કે, પાકિસ્તાનમાં બળાત્કારની ઘટનાઓને રોકવાને બદલે વડા પ્રધાન પાયાવિહોણા ખુલાસો આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને પાકિસ્તાન સરકારની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
પાકિસ્તાનમાં દરરોજ દુષ્કર્મના 11 કેસ
જિયો ન્યૂઝના સત્તાવાર આંકડા મુજબ પાકિસ્તાનમાં દરરોજ બળાત્કારના 11 કેસ બને છે. છ વર્ષમાં 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 77 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.