ભારતીય દૂતાવાસ પાસે કાર બોમ્બ વિસ્ફોટ, 80 લોકોના મોત, 350 ઘાયલ

Webdunia
બુધવાર, 31 મે 2017 (15:06 IST)
કાબુલમાં ભારતીય એમ્બેસી પાસે બ્લાસ્ટ થયો છે, જેમાં 80 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. તમામ ભારતીય કર્મચારી સુરક્ષિત છે. બ્લાસ્ટ બાદ આજુબાજુ ઘુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો પ્રચંડ હશે. ભારતીય એમ્બેસીની ઇમારતના દરવાજા અને બારીઓને નુકસાન થયું છે.
 
ધડાકા બાદ દુતાવાસની બારીઓના કાચ તુટી ગયા હતા. તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનુ જાણવા મળે છે. ધડાકાને કારણે આકાશમાં ધુમાડાનુ વાદળ છવાઇ ગયુ હતુ. આ વિસ્ફોટ અફઘાન સાંસ્કૃતિક મંત્રાલય નજીક થયો હતો. પ્રચંડ અવાજ સાથે જ થયેલા આ ધડાકાને અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો ગણાવાય છે.
 
 કાબુલમાં જયાં વિવિધ એમ્બેસીઓ અને રાષ્ટ્રપતિનો મહેલ આવેલો છે ત્યાં આ ધડાકો થયો હતો.    આ વિસ્ફોટમાં ૬૦થી વધુ લોકોને ઇજા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે, ભારતીય કર્મચારીઓ સુરક્ષિત હોવાનો દાવો થયો છે. આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના પણ બિનસત્તાવાર અહેવાલો મળી રહ્યા છે.
Next Article