અફઘાનિસ્તાનના કાબુલમાં સુપ્રીમ કોર્ટના બહાર આત્મઘાતી વિસ્ફોટ

Webdunia
મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (21:38 IST)
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે સુપ્રીમ કોર્ટના બિલ્ડીંગ બહાર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 19 જણના મૃત્યુ થઇ ગયાં. વિસ્ફોટમાં 41 લોકો ઇજાગ્રસ્ત થયા. કામનો સમય પૂરો થયા બાદ પોલીસ તેમજ આંખે જોનારાના જણાવ્યા પ્રમાણે એક આત્મઘાતી હુમલાખોરે સુપ્રીમ કોર્ટના  બહાર જઇ રહેલા કર્મચારીઓને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો 
 
આત્મઘાતિ હુમલાખોરો કોર્ટના કર્મચારીઓને ટારગેટ કરવા ઈચ્છતા હોય તેવું હાલતુરત ફલિત થઈ રહ્યું છે. તેથી તે જ્યારે ઘરે જતા હતા ત્યાર હુમલો કરવામાં આવ્યો છે.
 
કોઈ આતંકવાદી સંગઠને હજી સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. તાજેતરના મહિનામાં તાલિબાન અને અન્ય આતંકીઓ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા છે.  યૂનાઈટેડ નેશન્સનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકોના મોતની સંખ્યા દિનબદિન વધી રહી છે. વર્ષ 2016માં 3498 લોકોના મોત નિપજ્યા છે.
Next Article