બે જજ કોરોના સંક્રમિત, સુપ્રીમ કોર્ટ એકવાર ફરી વર્ક ફ્રોમ મોડમાં

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (11:43 IST)
સુપ્રીમ કોર્ટના બે જજની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી હવે સુપ્રીમ કોર્ટ પણ વર્ક ફ્રોમ હોમ મોડમાં આવી ગયુ છે.  ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં, જ્યારે મુખ્ય જજ સહિત પાંચ ટોચના ન્યાયાધીશો સાડાદસ પછી પણ પોતપોતાના કોર્ટ રૂમમાં આવ્યા ન હતા, ત્યારે બધાએ વિચાર્યું કે કોલેજિયમની બેઠક ચાલી રહી હશે.  પરંતુ પાછળથી જાણવા મળ્યું કે પ પંચ જજમાં સીનિયર મોસ્ટ જજ સુપ્રીમ કોર્ટ પરિસરમાં કોવિડની સ્થિતિની સમીક્ષા અને પરિસ્થિતિનો સામનો કરવાના માર્ગો વિશે ચર્ચા કરી રહ્યા હતા. 
 
મીટિંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર શુક્રવારથી તમામ ન્યાયાધીશો તેમના ઘરેથી સુનાવણી કરશે. એટલે કે, ફરીથી સમયચક્ર લગભગ અઢી વર્ષ પાછળ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં 22 માર્ચ 2020થી વર્ચ્યુઅલ સુનાવણી શરૂ થઈ હતી. જ્યારે કટોકટી વધી, ત્યારે તમામ ન્યાયાધીશો, રજિસ્ટ્રાર અને સ્ટાફ ઘરેથી કામ પર ગયા હતા.   2021 ના અંતમાં કોર્ટે ફરીથી ફિઝિકલ સુનાવણી માટે તૈયાર થયુ. પણ હવે ફરી પાછલા વર્ષ જેવી સ્થિતિ ઉભી થઈ છે. એટલે સુનાવણી દરમિયાન વીડિયો સ્ક્રીન પર જુદા  જુદા વિંડોમાં જજ અને વકીલ હશે. સ્ક્રીન પર પ્રોપર સોશિયલ ડિસ્ટેંસ રહેશે. 
 

સંબંધિત સમાચાર

Next Article