World Milk Day- આજે વર્લ્ડ મિલ્ક ડે છે. કયારે ભારતની ગણતરી પહેલા દૂધની ઉણપ ધરાવતા દેશોમાં થતી હતી, પરંતુ હવે ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. જ્યારે દેશમાં દૂધનો દૈનિક વપરાશ પણ વધ્યો છે.
1970માં જ્યાં દૂધનો દૈનિક વપરાશ વ્યક્તિ દીઠ 107 ગ્રામ હતો, 2022માં તે વધીને વ્યક્તિદીઠ 444 ગ્રામ થઈ ગયો છે.
દૂધ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધી ઉમ્રના લોકોને પસંદનુ ડ્રિંક છે કારણ કે આ સ્વાસ્થયવર્ધક હોય છે તેને પીવાથી ઘણા બધા ફાયદા મળે છે. લોકો સુધી દૂધના આ ફાયદાને પહોંચાડવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 1 જૂનને વર્લ્ડ મિલ્ક ડે ઉજવાય છે.
વર્લ્ડ મિલ્ક ડેનો ઈતિહાસ શું છે
ડેયરી ઉદ્યોગને ઓળખવા અને દૂધથી મળતા લાભમાં લોકોના વચ્ચે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 1 જૂનને વર્લ્ડ મિલ્ક ડે ઉજવાય છે. આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 2001માં થઈ. જ્યારે યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં, આ દિવસ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.