શુ હોય છે નિફા વાયરસ (NiV)? અને કેવી રીતે ફેલાય છે
નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિફા વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.
નિફા વાયરસના(NiV) ના લક્ષણ
મનુષ્યોમાં નિફા વાયરસ, encephalitis સાથે જોડાયેલ છે. જેને કારણે બ્રેનમાં સોજો આવી જાય છે. તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને છેવટે મોત થવુ તેના લક્ષણોમાં સામેલ છે. 24-28 કલાકમાં જો લક્ષણ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે. કેટલાક કેસમાં રોગીને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
નિફા વાયરસના ઈંફેક્શનથી કેવી રીતે બચશો ?
આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. તેને રોકવા માટે સંક્રમિત રોગીથી છેટા રહો. સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિફા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ કરતી વખતે કે પ્રયોગશાળાના નમૂના સાચવવા અને જમા કરતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ. એટલુ જ નહી બીમાર ભૂંડ અને ચામાચીડિયોના સંપર્કમાં આવતા બચો.