મર્ચન્ટ નેવી ઓફિસર પતિ ન્યુડ કરીને માર મારતો,પ્રેમિકા સાથે ઐય્યાશી કરતો, પત્નીએ કરી આત્મહત્યા કે થઈ હત્યા

ગુરુવાર, 7 ઑગસ્ટ 2025 (11:42 IST)
Madhu Singh murder
 ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એક પોશ એપાર્ટમેન્ટમાં મર્ચન્ટ નેવી ઓફિસર અનુરાગ સિંહની પત્ની મધુ સિંહના રહસ્યમય મૃત્યુના કેસમાં ઘણા ખુલાસા થયા છે. મધુનો મૃતદેહ તેના ફ્લેટમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેને આત્મહત્યા નહીં પણ આયોજનબદ્ધ હત્યા ગણાવી છે અને અનુરાગ પર દહેજ ઉત્પીડન, હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
 
અનુરાગ સાઈકો  જેવું વર્તન કરતો હતો: મધુની બહેનનો આરોપ
મધુની મોટી બહેન પ્રિયાએ કહ્યું કે અનુરાગનું વર્તન હિંસક અને અસામાન્ય હતું. "તે નાની નાની બાબતોમાં મધુને મારતો હતો, ભલે પછી સામાન્ય પ્લેટ  ગમે ત્યાં મૂકી હોય.  તેને મઘુએ દારૂ પીવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો અને તેને તેના મિત્રો અને પરિવારથી સંપૂર્ણપણે દૂર કરી દીધી હતી. 
 
લગ્નના 15 દિવસ પછી જ શરૂ થઈ હિંસા 
આ વર્ષે 25 ફેબ્રુઆરીએ મધુ અને અનુરાગના લગ્ન થયા હતા. પરંતુ લગ્નના 15 દિવસ પછી જ મધુ પર હિંસા શરૂ થઈ. 10 માર્ચે ઝઘડા પછી, મધુ તેના પીયર પાછી આવી અને રડતા-રડતા તેની બહેનને બધું જણાવ્યું.
 
અનુરાગ તેને માનસિક ત્રાસ આપતો હતો
પરિવારના જણાવ્યા મુજબ, લગ્ન મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન સમયે, અનુરાગે 15 લાખ રૂપિયા રોકડા અને અન્ય મોંઘી વસ્તુઓની માંગણી કરી હતી. મધુના પિતાએ તેની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કર્યો હતો, પરંતુ અનુરાગની માંગણીઓ બંધ ન થઈ. મધુને સતત ટોણા મારવામાં આવતા હતા.  
 
ઘટનાની રાત્રે બંને લડતા-ઝઘડતા પાછા ફર્યા હતા
સોસાયટી ગાર્ડના જણાવ્યા મુજબ, રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે બંને ફ્લેટમાં લડતા પાછા ફર્યા હતા. ઘણીવાર જાહેર સ્થળોએ પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા.
 
ઘટનાની જાણ કરવામાં વિલંબ
અનુરાગે રાત્રે 12 વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરી હતી, પરંતુ મધુના પરિવારને લગભગ 5 કલાક પછી ખબર પડી. અનુરાગે પહેલા ગાર્ડને કહ્યું કે મધુએ આત્મહત્યા કરી છે અને પછી પોતે જ લાશને ફંદા પરથી નીચે ઉતારી લીધી હતી.
 
નોકરાણીને પહેલાથી જ આવવાની નાં પાડી દીધી 
મધુના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ઘટના પહેલા અનુરાગે નોકરાણીને મેસેજ કરીને બીજા દિવસે ન આવવા કહ્યું હતું. જ્યારે તે જ રાત્રે લગભગ 10:30 વાગ્યે તેણે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું, જે શંકાને વધુ ઘેરી બનાવે છે.
 
પૂર્વ પ્રેમિકા સાથે વધતી નિકટતા
મધુએ તેની બહેનને કહ્યું હતું કે અનુરાગ તેની ભૂતપૂર્વ પ્રેમિકાને એક હોટલમાં મળ્યો હતો. જ્યારે મધુએ આ અંગે પ્રશ્ન કર્યો, ત્યારે અનુરાગે તેના પર શંકા કરવાનો આરોપ લગાવ્યો. મધુએ અનુરાગની ચેટ્સ વાંચી હતી અને પુરાવા તરીકે તેના પરિવારને મોકલી હતી.
 
સોશિયલ લાઈફથી સંપૂર્ણપણે કરી નાખી દૂર 
મધુના પરિવારનું કહેવું છે કે લગ્ન પહેલા, મધુ એક સોશિયલ અને ખુશહાલ છોકરી હતી, પરંતુ લગ્ન પછી તેનું જીવન બદલાઈ ગયું. અનુરાગે તેની સોશિયલ લાઈફ સમાપ્ત કરી નાખી હતી અને જો તે કોઈની સાથે વાત કરે તો પણ તેની સાથે ઝઘડો કરતો હતો.
 
આરોપી પોલીસ સ્ટેશનમાં સિગારેટ માંગતો રહ્યો
પોલીસ પૂછપરછ દરમિયાન, અનુરાગે કહ્યું કે તે નિર્દોષ છે, પરંતુ આત્મહત્યા પાછળનું કોઈ નક્કર કારણ આપી શક્યો નહીં. તે પોલીસ સ્ટેશનમાં સિગારેટ માંગતો રહ્યો, પૂછપરછ દરમિયાન તેનાં વ્યવ્હાર પર પણ  પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર