શુ છે સમગ્ર મામલો
કહેવામાં આવી રહ્યુ છે કે દાણીલીમડાના પોલીસ લાઈનમાં પતિ મુકેશભાઈ પરમાર જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના અને તેમની પત્ની વચ્ચે બોલચાલ થઈ અને બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ મુકેશને પત્થરથી ઘા માર્યો હતો. પત્ત્થરના મારના કારણે પતિ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયુ - પત્નીને આ વાતની જાણ થતા પત્નીએ ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.