કહેવાય છે કે જો તમને ક્યારેય સિંહ મળે તો તમારા સ્થાને જ રહો અથવા ધીમે ધીમે પીછેહઠ કરો, પરંતુ જ્યારે સિંહ શિકાર ખાઈ રહ્યો હોય ત્યારે તેની નજીક જવાની ભૂલ ક્યારેય ન કરો. તેને ખલેલ પહોંચાડશો નહીં. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. એક યુવક શિકારની નજીક બેઠેલા સિંહનો વીડિયો અને ફોટો લેવા માટે ખૂબ નજીક આવે છે. એટલું જ નહીં, તે પોતાના મોબાઈલથી વીડિયો અને ફોટા પણ લે છે. જંગલના રાજા સિંહને યુવકનું આ વર્તન ગમતું નથી. અંતે, સિંહ ગુસ્સે થઈ જાય છે અને પછી યુવકે પોતાને બચાવવા માટે પીછેહઠ કરવી પડે છે. આ વીડિયો ભાવનગરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના તળાજા જિલ્લાના બાંભોર ગામમાં બની હતી.
ક્રોધિત થઈ જાય છે સિંહ
પોતાનો જીવ સંકટમાં નાખીને સિંહ પાસે પહોચેલા યુવકનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને તેના કેટલાક અન્ય મિત્રો શૂટ કર્યો છે. જેમા સિંહને ખૂબ ગુસ્સો આવી જાય છે. આ સાથે સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે સિંહ શિકાર ખાઈ રહ્યો હોય છે તો આ યુવક ત્યા કેવી રીતે પહોચી ગયો ? વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તેનાથી લાગે છે કે ત્યા ઘણા યુવકો હાજર છે. આ તો નસીબ સારુ રહ્યુ એ યુવકનુ કે કોઈ અપ્રિય ઘટના ન બની. યુવકને દૂર ભગાડીને સિંહ પરત આવી જાય છે.
વીડિયો બનાવવાનો જીવલેણ શોખ
આ વીડિયો સામે આવ્યા બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ લોકો કોણ છે? જે પોતાનો જીવ જોખમમાં મૂકીને વીડિયો બનાવી રહ્યા છે. આ સાથે સ્થાનિક વહીવટીતંત્રની સતર્કતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે યુવાનો સિંહોના વિસ્તારમાં કેવી રીતે પહોંચી રહ્યા છે? ગુજરાતના ભાવનગરનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમરેલી જિલ્લાના એક ગામની સીમમાં એક સિંહણ મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે સ્થાનિક નેતાઓએ આ વિસ્તારમાં સિંહોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે અને વન વિભાગને આ મૃત્યુનું કારણ કોઈ ગંભીર વાયરસનો પ્રકોપ છે કે કેમ તેની તપાસ કરવા વિનંતી કરી છે.