માર્ચ 2024 થી આ અત્યાચાર ચાલી રહ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની તબિયત બગડ્યા બાદ ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. હોસ્પિટલમાંથી મળેલી માહિતીના આધારે પોલીસે પીડિતાની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેના જીજાએ માર્ચ 2024 થી જુલાઈ 2025 સુધી તેની સાથે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. જ્યારે તે ગર્ભવતી થઈ અને તેણે તેની બહેનને આ વાત કહી, ત્યારે બહેને તેને ચૂપ રહેવાની ધમકી આપી.