ફ્લૂ ઈંફલેંજુ વાયરસ વડે સંક્રમિત થાય છે. આ સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં અને તેની આસપાસ થાય છે. આના લક્ષણોમાં સામાન્ય શરદી, ઉધરસ, વધારે પડતો તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, ઠંડીની સાથે તાવ આવવો અને થાકી જવું વગેરે દેખાઈ આવે છે.
સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?
- સંક્રમિત વ્યક્તિ દ્વાર ઉધરસ કે છીંક ખાવાથી.
- તે વસ્તુઓને અડવાથી જેને સંક્રમિત વ્યક્તિ અડી હોય. સંક્રમિત વ્યક્તિ પોતાની અંદર આના લક્ષણો દેખાયાના એક દિવસ પહેલાં અને સાત દિવસ સુધી આને
ફેલાવી શકે છે.
કેવી રીતે રક્ષણ કરશો સ્વયંનું ?
- શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ.
- જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ.
- સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો.
- જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો.
- જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો.
- સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું.
- ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો.