અમદાવાદમાં વરસાદ પછી સ્વાઇન ફ્લૂના કારણે 10 દિવસમાં 4 લોકોનાં મોત

મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:57 IST)
સિવિલ હોસ્પિટલનાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાંથી 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 11 દર્દીઓમાં 4 મહિલા, 5 પુરૂષ, 1 યુવાન અને એક 4 વર્ષનાં બાળકનું મોત થયું છે. જેમાંથી સૌથી વધુ 8 દર્દી અમદાવાદ, 1 કડી, 1 મહેસાણા, 1 ઇડરના દર્દી છે. સપ્ટેમ્બરના 10 દિવસમાં 22 કેસો પોઝિટીવ અને 4નાં મોત થયા છે. રાજકોટમાં રોગચાળાએ જાણે વરસાદ પછી માથુ ઉંચક્યું છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના 4 કેસ નોંધાયા હતાં. જેમાં સ્વાઈન ફ્લૂના 2 કેસ પોઝિટિવ અને 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચારેય દર્દીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ ઉપરાંત અમરેલીમાં 1 , જુનાગઢમાં 2, ગીર સોમનાથમાં 1 દર્દી જોવા મળ્યાં છે. સુરતમાં પણ સ્વાઇન ફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શહેરના પાલ રોડ પર રહેતા 59 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10 કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં ગઇકાલે આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત સહિત આઠ જગ્યાએથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યાં હતાં. આ સિવાય સ્વાઇન ફ્લૂના 3 કેસ પોઝેટીવ જોવા મળતા તંત્ર દોડતું થયું છે. આ ઉપરાંત શહેરની સરકારી કચેરીઓમાંથી ડેન્ગ્યુ મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીઓ જેમકે જૂની કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનમાંથી ફિલ્ટર પ્લાન્ટ, એજી કચેરી સહિતની જગ્યાઓ પરથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. તેના કારણે આરોગ્ય તંત્ર દોડતું બન્યું છે. અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાના 55 વર્ષીય વૃદ્ધ સહિત 3 દર્દીઓ સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. જેમાં અમરેલી જિલ્લાના પુરુષ તેમજ જૂનાગઢ અને ધોરાજીની એક એક મહિલા સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહી છે. 3 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂક્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર