અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે ડાયરિયા જાણો લક્ષણ, ઉપચાર અને સાવધાનીઓ

શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:54 IST)
માનસૂન ઘણા રોગો સાથે લઈને આવે છે.ડાયેરિયા પેટમાં ઈંફેક્શનના કારણે થાય છે. આ ઈંફેકશન ખાવા-પીવાથી અને ગંદા હાથોથી થઈ શકે છે. 
ડાયેરિયાના લક્ષણ 
ઉલ્ટી અને ઝાડા 
પેટમાં આંટી પડવી કે ચૂંક આવવી 
પેટના નીચેના ભાગમાં દુખાવો  
કમજોરી લાગવી
પાચનતંત્ર બગડવું 
તાવ આવવાની શક્યતા 
 

 
ઉપચાર 
ડૉકટર પાસે ચેક કરાવો . 
ડાયરિયાના લક્ષણ  જણાય કે તરત જ ડૉકટર પાસે ચેક કરાવો. 
મસાલાદાર ભોજન ન આપશો. 
દર્દીને વધારે મરચાં મસાલાવાળો કે આઈલી ફૂડ ન આપો. સાથે ધ્યાન રાખો કે દર્દી એક વારમાં પેટ ભરી ખાવાને બદલે થોડા- થોડા અંતરે ભોજન આપો.  દર્દીને પાણી અને પ્રવાહી પદાર્થ આપો. 
મીઠાવાળુ  પાણી
 
દર્દીને થોડી-થોડી વારમાં મીઠુ અને  પાણીનું મિશ્રણ કે ઈલેક્ટ્રોન પાવડર આપો. ઉલ્ટી અને ઝાડાંને કારણે શરીરમાં પાણીની કમી થઈ ગઈ હોય તો .આનાથી પૂરી કરી શકાય છે . 
હાથ સાફ રાખો. 
કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં અને ખાધા પછી સાબુ કે લિક્વિડ હેંડવાશથી હાથ જરૂર ધુવો. 
 
ફિલ્ટર કરેલું પાણી પીવું 
ફિલ્ટર કરેલું સાફ પાણી જ પીવું . જો ફિલ્ટર ન હોય તો પાણીને ઉકાળી લો અને તેને ઠંડુ કરીને પીવો. આનાથી પાણી સાફ થઈ જાય છે.  
 
ભાત અને ફળ 
ડાયરિયાના દર્દીને ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. એને ખાવામાં ભાત આપો. ભાત આંતરડાની ગતિને કંટ્રોલ  કરે છે. સાથે દર્દીને કેળા અને સફરજન આપો.   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર