જાણો, શું છે થાઇરોઇડ, થાઇરોઇડમાં શું ખાવું જોઈએ

Webdunia
મંગળવાર, 31 મે 2022 (00:45 IST)
થાઇરોઇડ (thyroid)  ગ્રંથિની સમસ્યા આજે સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા મળે છે. જોકે, થાઇરોઇડની સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે. થાઇરોઇડ એક સાઇલેન્ટ કિલર છે જે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના રૂપમાં શરીરમાં શરૂ થાય છે અને બાદમાં ઘાતક બની જાય છે. થાઇરૉઇડથી બચવા માટે વિટામિન, પ્રોટીનયુક્ત અને ફાઇબરયુક્ત આહારનું વધુ માત્રામાં સેવન કરવું જોઇએ. થાઇરૉઇડમાં વધુ આયોડિનવાળા ખાદ્ય પદાર્થો ખાવા જોઇએ. માછલી અને સમુદ્રી માછલી થાઇરૉઇડના દર્દી માટે બહુ ફાયદાકારક હોય છે. થાઇરૉઇડના દર્દીએ ડૉક્ટરની સલાહ લઇને જ પોતાનો ડાયટ પ્લાન બનાવવો જોઇએ. અમે અહીં તમને કેટલાંક એવા આહાર વિષે જાણકારી આપી રહ્યા છીએ જે આ રોગના દર્દી માટે ફાયદાકારક બની શકે છે.
 
થાઇરોઇડમાં શું ખાવું જોઈએ
માછલી -થાઇરૉઇડના દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. માછલીમાં વધુ માત્રામાં આયોડીન હોય છે. સામાન્ય માછલીઓની સરખામણીએ સમુદ્રી માછલીઓમાં આયોડીન વધુ હોય છે. માટે સેલફિશ અને ઝીંગા જેવી સમુદ્રી માછલીઓ ખાવી જોઇએ જેમાં વધુ માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.
 
આખું અનાજ - લોટ કે પીસેલા અનાજથી તુલનાએ અનાજમાં વધુ માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઇબર હોય છે. અનાજમાં વિટામિન બી અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે જે ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જૂના ભૂરા ચોખા, જવ, બ્રેડ, પાસ્તા અને પોપકોર્ન ખાવા જોઇએ.
 
દૂધ અને દહીં - થાઇરૉઇડના દર્દીએ દૂધ અને તેમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન પણ કરવું. દૂધ અને દહીંમાં પૂરતી માત્રામાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. દહીમાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયા શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. થાઇરૉઇડના રોગીઓમાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
 
ફળ અને શાકભાજી - ફળ અને શાકભાજી એન્ટીઓક્સિડેન્ટનો પ્રાથમિક સ્રોત હોય છે જે શરીરના રોગો સામે લડવામાં મદદ પૂરી પાડે છે. શાકભાજીમાં રહેલા ફાઇબર પાચન ક્રિયાને મજબૂત બનાવે છે જેથી ખાવાનનું સારી રીતે પચે છે. લીલા અને પાંદડાવાળા શાકભાજી થાઇરૉઇડ ગ્રંથિની ક્રિયાઓ માટે સારા હોય છે. હાઇપરથાઇરૉઇડિઝમ હાડકાને પાતળા અને નબળા બનાવે છે માટે લીલા અને પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઇએ જેમાં વિટામિન-ડી અને કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે. લાલ અને લીલા મરચાં, ટામેટા અને બ્લૂબેરી ખાવાથી શરીરની અંદર વધુ માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ જાય છે. માટે થાઇરૉઇડના રોગીએ ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઇએ.
 
આયોડીન - થાઇરૉઇડના દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. આયોડીન થાઇરૉઇડ ગ્રંથિના દુષ્પ્રભાવને ઓછોકરે છે. થાઇરૉઇડના દર્દીએ વધુ આયોડીનયુક્ત મીઠું ન ખાવું કારણ કે તેમાં સુગરની માત્રા પણ હોય છે જેનાથી થાઇરૉઇડ વધે છે.
 
થાઇરૉઇડને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. થાઇરૉઇડના દર્દીને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે જેની તે આજની ઝડપી લાઇફમાં ઉપેક્ષા કરી દે છે જે આગળ જતાં ઘાતક બની શકે છે. માટે સ્વસ્થ ખાન-પાન અપનાવી થાઇરૉઇડના જોખમને ઓછું કરવામાં આવે તે સલાહભરેલું છે
 
થાઈરોઈડના દર્દીનો આહાર, થાઈરોઈડ ગ્રંથિ, હેલ્થ કેર, ટિપ્સ ફોર હેલ્થ, ટિપ્સ ફોર થાઈરોઈડ, થાઈરોઈડમાં શુ ખાશો
 

સંબંધિત સમાચાર

Next Article