જો તમે પીશો આ પાણીનો 1 ગ્લાસ તો હાર્ટ બ્લોકેઝ થશે દૂર

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2020 (14:09 IST)
આયુર્વેદ મુજબ સર્પગંધાનો છોડ એક બહુમુલ્ય ઔષધિ છે. અનેક વર્ષોથી આ છોડ લોકોની ત્વચા અને આરોગ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ ઠીક કરતો આવ્યો છે.  જો કે વિજ્ઞાનમાં આ છોડને લઈને હજુ સુધી કોઈ રિસર્ચ થયુ નથી પણ આયુર્વેદમાં તેને ખૂબ મદદરૂપ ઔષધિ માનવામાં આવી ચુક્યુ છે. તો આવો જાણીએ સર્પગંધાનો છોડ જૂના સમયથી લઈને અત્યાર સુધી કેવી રીતે લાભકારી છે 
 
પેટ દર્દમાં લાભકારી 
 
સર્પગંધાનો છોડ પેટનો દુખાવો, ડાયેરિયા અને કોલીરા જેવી સમસ્યાઓમાં પણ લાભકારી છે. પણ જરૂરી છે તેનો યોગ્ય રીતે ઉપયોગ  
 
હાઈ બ્લડ પ્રેશર 
 
હાઈ બ્લડ પ્રેશર આજે એક ખૂબ મોટી સમસ્યા બનતી જઈ રહી છે. જો સમય રહેતા તેનો ઈલાજ ન કરાવ્યો તો તે આગળ જઈને હાર્ટ ફેલ, હાર્ટ સ્ટ્રોક અને બ્રેન ક્લૉટનુ કારણ બની જાય છે.  સર્પગંધા નસોમાંં જામેલા લોહીને ઓગાળવાનુ કામ કરે છે. જો તમને ડોક્ટર થોડી ઘણી નસોના બ્લોકેઝ થવાની ફરિયાદ બતાવે તો આ છોડની મદદથી તમે ઈલાજ કરાવી શકો છો. 
 
આવો જાણીએ આ સમસ્યાથી બચવા માટે જાણીએ કે સર્પગંધાનુ સેવન કેવી રીતે કરવુ જોઈએ 
 
- સર્પગંધાની જડને સ્વચ્છ પાણીથી સાફ કરો અને નાન નાના ટુકડામાં કાપી લો. 
- હવે એક વાસણમાં 1 લીટર પાણીમાં આ કાપેલી જડને નાખી દો. 
- પાણી ઉકળતી વખતે તેમાં 1 ચમચી સંચળ અને 1 ટીસ્પૂન ખાંડ નાખી દો 
- જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ઠડુ થયા પછી ગાળીને એક વાસણમાં કાઢી લો. 
- પેટનો દુખાવો ડાયેરિયા કે પછી કોઈ સામાન્ય સમસ્યાને કારણે થઈ રહેલ પેટનો દુખાવામાં આનુ સેવન કરો  
- તમે આ પાણીમાં થોડા લીંબુના ટીપા અને એક ટીસ્પૂન મધ પણ નાખી  શકો છો. 
- પેટનો દુખાવો થતો હોય તો આ પાણીનુ સેવન દરેક 3-4 કલાકમાં કરો 
- કુદરતી રીતે પેટના દુખાવામાં રાહત મેળવવાનો આ સરળ અને સહેલો ઉપાય છે. 
 
જો તમે ઉંઘ ન આવવાની સમસ્યથી પરેશાન છો તો બજારમાં મળનારા સર્પગંધા પાવડરની 1 ટીસ્પૂન રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણી સાથે લો. તેનાથી તમને ઉઘ સારી આવશે અને સાથે જ તમારો મેંટલ સ્ટ્રેસ પણ દૂર થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

Next Article