શુ ખરેખર ભાત ખાવાથી જાડાપણું વધી જાય છે ?

Webdunia
મંગળવાર, 23 મે 2017 (12:13 IST)
જાડાપણાથી(ચરબીથી) બચવા માટે મોટા ભાગે લોકો ભાત ન ખાવાની સલાહ આપે છે. જે ખોટી છે.  ન તો ભાત ખાવાથી ફેટ વધે છે કે ન તો તેમા ઉચ્ચ કેલોરી જોવા મળે છે.   
 
અડધો કપ બાફેલા ચોખામાં લગભગ 120 કેલોરી હોય છે. લગભગ આટલી જ કેલોરી ઘઉની રોટલી કે બ્રેડ જેવા કાર્બોહાઈડ્રેટ યુક્ત અનાજમાં પણ હાજર હોય છે. એક નાનકડી રોટલી કે એક સ્લાઈસ બ્રેડમાં 80-90 કેલોરી હોય છે. 
 
ચોખામાં રહેલ સ્ટાર્ચમાં ખનિજ-લવણ અને વિટામિન પણ હોય છે. તેથી તેને પકવતા પહેલા વારેઘડીએ ન ઘોવાની સલાહ પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જાપાનના લોકો રોજ ભોજનમાં એકવાર ભાતનો સમાવેશ જરૂર કરે છે અને દુનિયાભરમાં સૌથી ઓછી મેદસ્વીતા અહી જ છે.  
 
ભાત ખાધા પછી પણ ભૂખ લાગે છે 
 
જી.. હા આવુ એટલા માટે થાય છે કારણ કે ભાત  ખૂબ જ સહેલાઈથી પચી જાય છે.  ભાત ખાધા પછી તમને થોડીવારમાં જ ભૂખ લાગે છે. કારણ કે તે આંતરડા પર વધુ દબાણ નથી નાખતુ. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગો છો તો ભાતનુ સેવન ઉચ્ચ ફાઈબર અને ઉચ્ચ પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થની સાથે કરો. 
 
વ્હાઈટ રાઈસ હેલ્દી નથી હોતા  
 
વ્હાઈટ રાઈસ પ્રત્યે લોકોની ધારણા ખૂબ જ ખોટી છે. આમ જોવા જઈએ તો ભાતમાં કાર્બોહાઈડ્રેટ પુરતા પ્રમાણમાં હોય છે. એક દિવસમાં આપણા શરીરમાં જેટલી ઉર્જાની જરૂર હોય છે તેની પૂર્તિ ચોખા કરી નાખે છે. વ્હાઈટ રાઈસની પૌષ્ટિકતાને વધારવા માટે તમે તેને લીલી શાકભાજીઓ. બીંસ, દાળ, સોયાબીન, મીટ વગેરે સાથે મિક્સ કરીને હેલ્દી ફુડ બનાવી શકો છો. 
 
આગળ બધા ચોખા એક જેવા હોય છે 

 બધા ચોખા એક જેવા હોય છે 
 
નહી એવુ બિલકુ નથી. દરેક પ્રકારના રાઈસમાં અલગ વિશેષતા અને ગુણવત્તા હોય છે. ચોખા ખરીદતી વખતે તમારે આ વાતનુ ધ્યાન સાવધાનીપૂર્વક રાખવુ જોઈએ.  હંમેશા સારી ક્વોલિટીના લાંબા ટુકડાવાળા ચોખા ખરીદો. કારણ કે તેમા નાના ટુકડાવાળા ચોખા કરતા ગ્લાઈસેમિકની માત્રા ઓછી જોવા મળે છે. 
 
આ ઉપરાંત ચોખા ખરીદતી વખતે યોગ્ય બ્રાંડ અને ફ્લેવરનુ પણ ધ્યાન રાખો. લાંબા ટુકડાવાળા બાસમતી ચોખા હેલ્દી હોય છે. કારણ કે ઓછી કિમંતવાળા ચોખા કરતા તેમા આર્સનિકની માત્રા ખૂબ જ ઓછી હોય છે. 
 
Next Article