રોજ 15 મિનિટ તડકામાં બેસવાથી દૂર રહેશે આ બીમારીઓ

Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (12:57 IST)
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી થતા આરોગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાથી વિટામીન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી છે અને તેની પૂર્તિ તડકામાં બેસવાથી થાય છે.  આવો જાણીએ રોજ 15 મિનિટ તડકામાં બેસવાના ફાયદા.. 
 
1. હાડકા મજબૂત - શિયાળામાં સવાર 15 મિનિટ તડકામાં બેસવાથી હાડકા મજબૂત થાય છે. વિટામિન ડી ની કમીથી સાંધાના દુખાવાની પરેશાની પણ થઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ તડકામાં બેસવાથી પૂરી થઈ જાય છે. 
 
2. સ્વસ્થ્ય દિલ 
 
રોજ સવારે તાપમાં બેસવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. તેનાથી દિલની બીમારીઓથી બચી શકાય છે. 
 
3. બીપી કંટ્રોલ - તાપમાં બેસવાથી લોહીનુ પરિભ્રમણ સુચારૂ રૂપસે ચાલે છે. જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ જાય છે. 
 
4. બીમારીઓ દૂર - તડકામાં બેસવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. જે બીમારીઓ સામે લડવામાં મદદગાર છે. 
 
5. સારી ઊંઘ - ઊંઘ ન આવવાથી પરેશાની છે તો રોજ 15 મિનિટ તાપમાં બેસો. તેનાથી બોડીમાં મેલાટોનિન હાર્મોન બનવા માંડે છે. આ હાર્મોન રાત્રે સારી ઊંઘ માટે ખૂબ જ લાભકારી છે. 
 
6. વજન ઓછુ - જાડાપણાની સમસ્યા સામે લડી રહ્યા છો તો તડકામાં જરૂર બેસો. તેનાથી બોડી મૉસ ઈંડેક્સ ((BMI) ઓછુ થાય છે. જે જાડાપણાને ઘટાડવામાં મદદરૂપ છે. 
Next Article