Dahi Myths: શુ વરસાદની ઋતુમાં દહી ખાવાથી બગડી શકે છે આરોગ્ય ? જાણો શુ છે આની સાથે જોડાયેલ મિથક અને તેની હકીકત

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (12:28 IST)
curd myths
-  વરસાદની ઋતુમાં દહી ખાવુ પેટ માટે લાભકારી સાબિત થાય છે 
- વરસાદની ઋતુમાં દહી ખાવુ પેટ માટે લાભકારી હોય છે.  
- દહી ખાવાથી ઈમ્યુનિટી વધે છે અને બીજી પણ અનેક પરેશાનીઓ દૂર થાય છે. 
- તમે વરસાદની ઋતુમાં સીમિત માત્રામાં દહી ખાઈ શકો છો. 
 
Dahi Myths: દહી આરોગ્ય માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે.  એક્સપર્ટ પણ ડેલી ડાયેટમાં દહી સામેલ કરવાની સલાહ આપે છે.  આ પાચનને સારુ રાખે છે. સાથે જ  શરીરની અનેક સમસ્યાઓથી બચાવે છે.  પણ દહી ખાવાને લઈને મોટેભાગે લોકોને અનેક ગેરસમજ ઉભી થાય છે.  
 
તમે લોકોને કહેતા સાંભળ્યુ હશે કે વરસાદની ઋતુમાં દહી ન ખાવુ જોઈએ. તો રાત્રે પણ તેને ખાવુ નુકશાનદાયક હોય છે અને અનેક પ્રકારની વાતો. કેટલાક લોકોને તો એવુ પણ લાગે છે કે દહી ખાવાથી શરદી-ખાંસી કે અપચાની સમસ્યા થઈ શકે છે. દહીને લઈને આવી અનેક ગેરસમજ લોકોના મનમાં બેસેલી છે.  તો આવો જાણીએ દહી સાથે જોડાયેલા કેટલાક મિથક અને તેની હકીકત.  
 
મિથક - 1 - ચોમાસાની ઋતુમાં દહી ખાવાથી શરદી થાય છે 
 
હકીકત  - વરસસદની ઋતુમાં દહી ખાવુ તમારા પેટ માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેમા રહેલા પ્રોબાયોટિક ગુણ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ વિકારોને રોકવામાં મદદ કરે છે. તમે તમારા ડાયેટ સીમિત માત્રામાં જ દહી સામેલ કરો.  
 
મિથક 2 - વરસાદની ઋતુમાં દહી પચાવવુ મુશ્કેલ હોય છે.  
હકીકત  - દહીમાં રહેલા પ્રોટીન દૂધની તુલનામાં સહેલાઈથી પચી શકે છે. તેમા રહેલા ગુડ બેક્ટેરિયા પાચન માટે લાભદાયય છે.  
 
મિથક 3 - સ્તનપાન કરાવનારી મહિલાઓએ દહી ન ખાવુ જોઈએ. કારણ કે તેનાથી માતા અને બાળક બંનેને શરદી થઈ શકે છે.  
 
તથ્ય - દહીમાં ગોળ બેક્ટેરિયા હોય છે. જે પાચનને યોગ્ય રાખે છે. આ પેટ સાથે જોડાયેલ સમસ્યા કબજિયાત અને ઝાડાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તેનાથી મા અને બાળકને શરદી-ખાંસી થાય છે. પણ ખાવામાં દહી સીમિત માત્રામાં જ સામેલ કરો. 
 
મિથક 4 - પ્રેગનેંસીમાં દહીથી પરેજ કરવુ જોઈએ. 
 
તથ્ય -ગર્ભવતી મહિલાઓ મોટેભાગે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન રહે ક હ્હે. તેથી તેમને દિવસમાં ઓછામાં ઓછા એકવાર પોતાની ડાયેટમાં દહી જરૂર લેવુ જોઈએ.  તેનુ મુખ્ય જીવાણુ ઘટક, લેક્ટ્રોબૈસિલસ એસિડોફિલસ આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે. 
 
મિથક 5 - દહી ખાવાથી વજન વધે છે 
તથ્ય - જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો વેટ લૉસ ડાયેટમાં ટૉડ અને સ્કિમ્ડ મિલ્ક દહી લઈ શકો છો. આ માર્કેટમાં સહેલાઈથી મળી જશે. દહી, કેલ્શિયમ, વિટામિન ડી, પોટેશિયમને પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. જે તમારા આરોગ્યને સારુ રાખે છે. 
 
મિથક 6 - ચોમાસામાં બાળકોને દહી ન ખવડાવવુ જોઈએ 
તથ્ય -દહી ખાવાથી ઈમ્યુનિટી વધે છે અને બીજી અનેક પરેશાનીઓ દૂર થાય છે. તેથી બાળકોને દહી જરૂર ખવડાવો. આ ઉપરાંત તમે તેમને ફળ અને શાકભાજી પણ આપી શકો છો. 
 
વર્ષની કોઈપણ ઋતુને કોઈપણ પ્રકારની શંકા વગર રોજ દહી ખાઈ શકો છો. આ ઈમ્યુનિટી બૂસ્ટ કરવા સાથે પાચનને પણ ઠીક રાખે છે. 
 
Disclaimer: લેખમાં ઉલ્લેખિત સલાહ અને ટિપ્સ ફક્ત સામાન્ય સૂચનાના ઉદ્દેશ્ય માટે છે અને તેને નિષ્ણાત ચિકિત્સકની સલાહના ન સમજશો.  કોઈપણ સવાલ કે પરેશાની હોય તો હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો. 

સંબંધિત સમાચાર

Next Article