New Covid Variant: કોરોનાના નવા વેરિયન્ટથી બચવા શું કરવું?

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (15:28 IST)
Covid-19 JN.1 Strain Update: કોવિડના નવા સ્ટ્રેન JN.1 એ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં એકવાર ફરી હાહાકાર મચાવ્યો છે.  કોરોનાનો નવો વેરિએંટ અત્યંત ચેપી માનવામાં આવે છે અને દેશમાં અત્યાર સુધીમાં તેના ઘણા કેસ નોંધાયા છે. સ્થિતિ જોઈને કેન્દ્ર સરકાર સક્રિય થઈ ગઈ છે અને તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરી દીધું છે. સરકારે કોવિડને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના આપી છે..Covid JN ના નવા વેરિએંટ JN.1 કેસ ઝડપથી વધી રહ્યો છે. તેના મામલા પહેલા કેરળ અને પછી તમિલનાડુમાં જોવા મળ્યા, ત્યારપછી અન્ય ઘણી જગ્યાએ પણ ચેપ ફેલાવાની વાત સામે આવી. જે ઝડપે કોરોનાના નવા વેરિએંટ ના કેસ વધી રહ્યા છે તે જોતા લોકોની ચિંતા વધી ગઈ છે. દરેક વ્યક્તિ આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય તે જાણવા માંગે છે. આવો જાણીએ આ વિશેની મહત્વની બાબતો ડૉક્ટર પાસેથી.
 
ડૉ.ના જણાવ્યા અનુસાર, કોવિડ વાયરસ સતત મ્યૂટેટ બદલાતા રહે છે અને નવા વેરિએંટ બહાર આવે છે. હાલમાં, કોવિડ JN.1 નું નવું સબ-વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને જો લોકો આ અંગે સાવચેતી નહીં રાખે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે. દેશમાં વસ્તી વધારે છે અને તેથી તેના ફેલાવાનું જોખમ પણ વધારે છે. જો કે, જો સાવચેતી રાખવામાં આવે તો તેને સમયસર નિયંત્રિત કરી શકાય છે. નવા પ્રકારોની અસર લોકોની રોગપ્રતિકારક શક્તિના આધારે બદલાય છે. જો કે, જે લોકો પહેલાથી જ કોઈ સંક્રમણ અથવા ગંભીર બીમારીથી પીડિત છે તેઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. કોવિડનું નવું સ્વરૂપ આવા લોકો માટે વધુ ખતરનાક બની શકે છે.

વાયરસથી બચવા  તમારી  લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવુ જરૂરી છે. ખાસ કરીને ઈમ્યુનિટી પર ફોકસ કરવાથી આ નવા વેરિએંટ સામે રક્ષણ મેળવી શકાશે.  
 
- ઈન્ફેક્શન, ઇજા અને વિષાક્ત પદાર્થ સામે લડવાની પ્રક્રિયાને ઈન્ફ્લામેશન કહેવામાં આવે છે. શરીરની કોશિકાઓને નુકસાન થાય છે. ઈન્ફ્લામેશન ઓછું થાય તે માટે ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન એ, ઇ અને સી જરૂરી છે.
 
- કેલરીવાળા ફુડ - ડાયટમાં ઓછી કેલરીવાળું ફૂડ શામેલ કરવાથી શરીરમાં વિટામિન્સ અને ખનિજની આપૂર્તિ થતી નથી, જેના કારણે જે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. પૂરતા પ્રમાણમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાકમાં ગ્લાયકોજેન હોય છે, જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ખાંડ, ગોળ, ફ્રૂટ જ્યૂસ, ઘી, તેલમાં પર્યાપ્ત માત્રામાં કેલરી હોય છે.
 
- પૂરતી ઉંઘ અને ભરપૂર પાણી -   લીવર વિષાક્ત પદાર્થોને ડિટોક્સિફાય કરે છે. ડિટોક્સ મુખ્યરૂપે પૂરતી ઊંઘ, પાણીના સેવનમાં વૃદ્ધિ કરવા, એન્ટીઓકિસડેન્ટ્સથી ભરપૂર ખાદ્ય પદાર્થ, ખાંડના સેવનની કમી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેની મદદથી શરીર ડિટોક્સિફાય કરવામાં આવે છે.
 
- પ્રોટીનવાળા ફુડ ખાવ - ઓક્સિડેટીવ સ્ટ્રેસ શરીરમાં હાજર રહેલ ફ્રી રેડિકલ અને એન્ટીઓકિસડેન્ટ્સ વચ્ચે અસંતુલન ઉત્પન્ન કરે છે. સેલેનિયમ, વિટામીન A, E અને C, લાઇકોપીન અને લ્યુટીન એન્ટીઓક્સીડેન્ટના સ્ત્રોત છે. ડેરી પ્રોડક્ટ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટાં ફળો, બદામ, મગફળીમાંથી પૂરતુ પ્રોટીન મળી રહે છે.
 
- વિટામિન D - વિટામિન ડી, બી6 અને ઝિંક શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે જરૂરી છે. વિટામિન ડીથી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું બ્લડ લેવલ જળવાય છે. જેથી શ્વસન સંબંધિત બિમારીથી રાહત મળે છે.
 
આ ઉપરાંત આ 5 ઉપાય  તમને કોવિડના JN.1 પ્રકારથી બચાવશે
 
- કોવિડના નવા પ્રકારોને ટાળવા માટે, લોકોએ ભીડવાળા વિસ્તારોમાં ન જવું જોઈએ. લગ્ન અથવા અન્ય પાર્ટીઓમાં હાજરી આપવાનું ટાળો અને લોકો સાથે હાથ મિલાવશો નહીં.
 
- સમયાંતરે તમારા હાથ સાબુથી ધોવા અને કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી સેનિટાઈઝરનો ઉપયોગ કરો. આ તમને વાયરસથી બચવામાં મદદ કરશે.
 
- બહાર જતી વખતે માસ્ક પહેરો, જેથી વાયરસ તમને હવા દ્વારા સંક્રમિત ન કરી શકે. જો તમારી પાસે માસ્ક નથી, તો તમે બહાર જતી વખતે રૂમાલનો ઉપયોગ કરી શકો છો.
 
- જો કોઈ વ્યક્તિ કોવિડના લક્ષણો દર્શાવે છે અથવા કોવિડથી સંક્રમિત છે, તો તેના સંપર્કમાં આવવાનું ટાળો. જો તમે સંપર્કમાં આવો છો, તો તરત જ તમારી તપાસ કરાવો.
 
- કોવિડના લક્ષણ જોવા મળે તો તરત જ ક્વાલિફાઈડ ડોક્ટરોને મળીને તમારી સારવાર કરાવો. ડોક્ટરની સલાહ વગર એંટીબાયોટિક અને સ્ટેરોઈડ દવાઓ લેવી ખતરનાક હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article