ગુજરાતમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવાશે, શિક્ષણમંત્રીએ જાહેરાત કરી

શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (14:53 IST)
praful pansheriya
ગુજરાતમાં 2024ના નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે.આજે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ છે. ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે.



શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મુકવામાં આવી હતી. જેથી આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ 1,2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરતાં લખ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય..'શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સમાવિષ્ટ આધ્યાત્મિક સિદ્ધાંતો અને મૂલ્યોનો ધોરણ 6 થી ધોરણ 8ના અભ્યાસક્રમના પૂરક અભ્યાસ પુસ્તક તરીકે સમાવેશ કરવા બદલ મુખ્યમંત્રીનો ખુબ ખુબ આભાર...આ શૈક્ષણિક નિર્ણયથી વિદ્યાર્થીઓ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ઉપદેશો થકી ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવશે.વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020' અંતર્ગત લેવાયેલ આ નિર્ણય વિદ્યાર્થીઓને તેમના જીવન મૂલ્યો અતિ ઉત્તમ બનાવવાની દિશામાં મહત્વનો ભાગ ભજવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર