કોરોનાકાળમાં જરૂર પીવો લસણની ચા, ગજબના છે ફાયદા, આ રીતે બનાવો

Webdunia
શનિવાર, 8 મે 2021 (12:32 IST)
આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ. લસણની ચાના ફાયદા. કારણ કે અત્યાર સુધી તમે આદુ અથવા પછી બીજા પ્રકારની ચાનું સેવન કર્યું હશે, પરંતુ આજે અમે તમને લસણની ચાના અદભૂત ફાયદા વિશે જણાવી રહ્યા છી. આ ચા બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત પણ ઘણા ફાયદા છે, જેના વિશે તમે જાણતા નથી.  
 
જોકે, લસણમાં એન્ટીબેક્ટરિયલ અને એંટીવાયરલ ગુણ હોય છે. તમે ઇચ્છો તો લસણની ચામાં થોડું આદુ અને તમાલપત્ર પણ ઉમેરી શકો છો. જેથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ચાનો સ્વાદ પણ વધી શકે છે. 
 
લસણની ચાના ફાયદા
- લસણની ચા ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારણ હોય છે. તેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું થઇ જાય છે. સાથે જ મેટાબોલિઝ્મની સ્થિતિમાં સુધારો કરે છે.
- લસણની ચાનું સેવન કરવાથી શરીરમાંથી ગંદકીને દૂર કરી શકાય છે. 
- લસણની ચાથી તમારું વજન ઓછું કરી શકાય છે. આ ચા તમારા શરીરને મોટાભાગમાં ચરબીને પીગાળવાનું કામ કરે છે.
- તેમાં પાચનક્રિયા વધારવાનો ગુણ મળી આવે છે, જે વજન ઘટાડવાનું કામ કરે છે. 
- લસણની ચા હદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. તેનું સેવન કરવાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે. જેથી હદયના રોગોથી બચી શકાય છે. 
- લસણની ચા શ્વસન સંબંધી બિમારીઓથી પણ બચાવે છે. તેનું સેવન શિયાળામાં તાવ, ખાંસીને ઠીક કરવા માટે પણ કરી શકો છો.
- આ ચા એક શકિશાળી એંટીબાયોટિક ડ્રિંક છે, જે શરીરના ઇમ્યૂન સિસ્ટમમાં સુધારો કરે છે.
- લસણની ચા શરીરના સોઝાને ઓછો કરે છે.
 
લસણની ચા બનાવવાની રીત:
સૌથી પહેલાં એક વાસણ લો ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉકાળો. થોડીવાર પછી લસણ કાપીને નાખી દો. ત્યારબાદ જ એક ચમચી કાળા મરીનો પાવડર નાખો. પાંચ મિનિટ સુધી ચાને ઉકાળો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો. ચાને કોઇ કપમાં ગાળી લો. આ પ્રકારે તમારી લસણની ચા તૈયાર થઇ જશે.  
 
Disclaimer-આ જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અમલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો.

સંબંધિત સમાચાર

Next Article