જવનુ પાણી પીવાના ફાયદા તમે જાણો છો ?

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (14:00 IST)
જવનું પાણી એક એવો પદાર્થ છે જે ઉકાળીને તૈયાર કરવામાં આવે છે જો તેમા થોડીક ખાંડ અને લીંબુ પણ મિક્સ કરી દેવામાં આવે તો આ એક શાનદાર પીણું બની શકે છે.  જવના પાણીમાં એટલા સ્વાસ્થ્ય લાભ છે કે તમે સાંભળીને શૉક થઈ જશો. તો ચાલો અમે તમને બતાવીએ બેનિફિટ્સ ઑફ બર્લેય વોટર. 
 
જવનું પાણી બનાવવાની વિધિ 
 
1. આ બનાવવા માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જવમાં 1 કપ પાણી મિક્સ કરી લો. જ્યા સુધી જવ નરમ થઈ જાય ત્યા સુધી તેને ઉકાળો.  આ મિશ્રણને ગાળી લો. 
 
2. તમે છાલટાવાળા અને છાલટા વગરના બંનેમાંથી કોઈ પણ પ્રકારના જવ લઈ શકો છો. છાલટાવાળામાં વધુ ફાયબર હોય છેઅને પકાવવામાં વધુ સમય લાગે છે પણ છાલટાં વગરના પકવવા સહેલા હોય છે.  અપનાવો આ જવ રેસીપી અને બનાવો જવનું પાણી.  
 
 
જવના સ્વાસ્થ્ય લાભ 
 
1. જવમાં રહેલા બીટા-ગ્લુકોને શરીરમાં ઝેરીલા પદાર્થોને મળ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે અને બવાસીરના સંકટને ઓછુ કરે છે.  આ તમને કબજિયાતમાં રાહત અપાવે છે. આંતરડા સાફ રાખે છે. જેનાથી પેટનુ કેંસર થવાની શક્યતા ઓછી થઈ જાય છે. 
 
2. આ મૂત્રવર્ધકના રૂપમાં કામ કરે છે. આ બેકાર પાણી અને ટૉક્સિક સબ્સટાંસને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે.  
 
3. આ ગરમીને ઓછી કરે છે તેથી ગરમીમાં તેનુ સેવન ફાયદારૂપ છે. આ ઠંડક કરે છે તેથી જો મસાલેદાર ખાવાથી તમારા પેટમાં બળતરા થઈ રહી હોય તો આ તમને રાહત આપી શકે છે. 
 
4. જવના પાણીની ફાયદાની વાત કરીએ તો તેમા એક સૌથી સારુ એંટી-ઈફ્લેમેટરી ગુણ છે. આ સાંધાના અને ઘૂંટણના દુખાવાથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.  આ ગઠિયા અને સાંધાના દુખાવાથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.  
 
5. આનુ બીટા ગ્લુકોને શરીરમાં ગ્લુકોસના અબ્સૉર્પ્શનને ઓછુ કરે છે જેનાથી બ્લડ શુગર લેવલને બનાવી રાખે છે. આનો મતલબ છે કે જો તમને શુગર છે તો જવનુ પાણી પીવાથી તમારુ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. 
 
6. આ પાણીનું રોજ એક ગ્લાસ સેવન ફાઈબરની જરૂરિયાતને પુર્ણ કરે છે. 

સંબંધિત સમાચાર

Next Article