- પાકા જામફળનો 50 ગ્રામ ગુદો, 10 ગ્રામ મધ સાથે ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધી જાય છે.
- સવાર-સાંજ એક જામફળ ભોજન પછી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. સાથે જ ચિડચિડાપણું અને માનસિક તણાવ દૂર થાય છે.
- જામફળનો અર્ક 10 ગ્રામ, મધ 5 ગ્રામ, એકબીજામાં મિક્સ કરી ફેટી લો. સવાર સાંજ તેને ખાલી પેટ ખાવાથી સુકી ખાંસી જડથી સમાપ્ત થઈ જાય છે.
- જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગમાં લાભ થઈ શકે છે. તેનાથી રક્ત સંબંધી વિકાર પણ દૂર થાય છે અને પાચન ક્રિયા અને પિત્ત સંબંધી વિકાર પણ દૂર થાય છે.
- જામફળના 20-25 પાનને પાણીમાં ઉકાળીને પાન કાઢી લો. તે પાણીને ઠંડુ કરીને તેમા ફટકડી મિક્સ કરો. આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો ઓછો થાય છે.