જાણો લાલ સફેદ બ્રાઉન ચોખા વચ્ચે શુ છે અંતર અને તેના ફાયદા

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2019 (18:34 IST)
ચોખા ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ચોખા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આરોગ્ય માટે લાભદાયક હોય છે.  ભારતમાં એક નહી પણ લાલ સફેદ બ્રાઉન અને કાળા રંગના ચોખા મળે છે. જો તમે પણ આ ચોખા વચ્ચેના અંતરની ગુંચવણમાં છો તો આજે અમે તમારી ગૂંચવણ દૂર કરીશુ અને બતાવીશુ કે તેને ખાવાથી તમને શુ ફાયદા મળે છે. 
 
શુ ચોખા આરોગ્ય માટે લાભદાયક છે ?
 
મોટાભાગના લોકોમાં આ વાતનો ભ્રમ રહે છે કે શુ ચોખા આરોગ્ય માટે લાભદાયક છે  ચોખા ખાવાથી આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે બસ તમારે એ જાણ કરવાની છે  તને આખો દિવસ દરમિયાન કેટલો વ્યાયામ કરો છો અને એ મુજબ તમને કેટલા ચોખા ખાવાની જરૂર છે.  જ્યારે તમે  વધુ શારીરિક ગતિવિધિ કરો છો અને તમારા શરીરને ઈંધણની જરૂર છે ત્યારે તમે ચોખાનુ સેવન કરવુ જોઈએ.  એક મોટી વાડકી ખાઈને સોફા પર જ બેસી રહેવાથી તમારુ જાડાપણુ વધે છે. 
 
ચોખાથી કેટલુ પોષણ મળે છે 
 
દરેક પ્રકરાના ચોખા પોષણથી ભરપૂર હોય છે.  100 ગ્રામ બ્રાઉન ચોખામાં 77  ટક્જા કાર્બોહાઈડ્રેટ સફેદ ચોખામાં 79, કાળા ચોખામાં 72 અને લાલ ચોખામાં 68 ટકા કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. આ સાથે જ ચોખામાં લોહ, મેગ્નેશિયમ, વિટામીન બી અને ફાઈબર જોવા મળે છે.  
 
આવો જાણીએ સફેદ, બ્રાઉન, લાલ અને કાળા ચોખા વચ્ચે શુ છે અંતર 
 
સફેદ ચોખા - સફેદ ચોખા પર લાગેલ ભૂસી, ચોકર અને કીટાણુની પરત ને હટાવી દેવામાં આવે છે. જે કારને તેના પોષક તત્વ બીજા ચોખાની તુલનામાં ઓછા હોય છે.  તેમા ફાઈબર, વિટામિન અને ખનીજ ખૂબ ઓછી માત્રામાં હોય છે. ફાઈબર ઓછુ હોવાને કારણે તેને ખાધા પછી પણ જલ્દી ભૂખ લાગી જાય છે. સફેદ ચોખામાં અનેક પ્રકારની જાતિ જોવા મળે છે. તેમા તમે ચમેલી જાતિને છોડીને બાસમતી ચોખાની પસંદગી કરી શકો છો. 
 
બ્રાઉન ચોખા -  બ્રાઉન ચોખામાં તેની પ્રથમ પરત ભૂસીને હટાવી દેવામાં આવે છે. પણ ચોકર અને રોગાણુની પરત હોય છે. જે કારણે આ ખૂબ હેલ્ધી હોય છે. આ મેગ્નેશિયમ લોહ અને ફાઈબરનુ સારુ સ્ત્રોત છે. જ્યારે ફાઈબરની વાત આવે છે તો 100 ગ્રામ બ્રાઉન રાઈસમાં 3.1 ગ્રામ અને સફેદ ચોખામાં 1 ગ્રામ ફાઈબર હોય છે. 
 
લાલ ચોખા - છેલ્લા કેટલાક સમયથી લોકોમાં લાલ ચોખાનુ સેવન કરવાનો ક્રેઝ વધી ગયો છે. તેમા એંથોસાયનિન હોય છે જેને કારણે તે ખૂબ પૌષ્ટિક હોય છે. કાચા 100 ગ્રામ ચોખામાં 360 ગ્રામ ફાઈબર હોય છે. બ્રાઉન રાઈસને મુકાબલે લાલ ચોખામાં વધુ ફાઈબર જોવા મળે છે. 
 
 
કાળા ચોખા - કાળા ચોખામાં ફક્ત આરોગ્યની દ્રષ્ટિથી જ નહી પણ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પોષણની વાત કરીએ તો કાળા ચોખા લાલ અને બ્રાઉન ચોખાની વચ્ચે આવે છે. 100 ગ્રામ કાળા ચોખામાં 4.5 ગ્રામ ફાઈબર જોવા મળે છે. તેમા ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ માત્રામાં જોવા મળે છે તેથી આ ખૂબ જ ધીમી ગતિમાં રિલીઝ થાય છે. અને પચવામાં વધુ સમય  લે છે. તેને સલાદની જેમ પણ ખાઈ શકાય છે. 

સંબંધિત સમાચાર

Next Article