જો, એકવાર તમારું વજન વધી જાય, તો તે ઝડપથી ઘટતું નથી. વધતું વજન અનેક ગંભીર રોગોનું ઘર છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે જીમથી લઈને ડાયટ પ્લાન સુધી બધું જ અજમાવતા હોય છે. પરંતુ સ્થૂળતા ઘટવાને બદલે વધુ ઝડપથી વધે છે. તમને જણાવી દઈએ કે, વજન ઘટાડવા માટે તમે યોગ્ય ડાયટ ફોલો કરો તે જરૂરી છે. યોગ્ય આહાર અને વ્યાયામથી તમે એક મહિનામાં કેટલાય કિલો વજન ઘટાડી શકો છો. વેઈટ લોસ એક્સપર્ટ અને ડાયટ કોચ તુલસી નીતિને તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાયટ પ્લાન શેર કર્યો છે, જેને અજમાવીને તમે એક મહિનામાં લગભગ 5 કિલો વજન ઘટાડી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ ડાયટ ચાર્ટ કેવો છે?