શું વધુ પડતી એસિડિટી કેન્સરનું લક્ષણ છે, જાણો શા માટે પેટમાં એસિડ બનવું ખતરનાક છે?

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (01:15 IST)
મોટાભાગના રોગો પેટમાંથી શરૂ થાય છે. ઘણી વખત ખાવા-પીવાનું બરાબર પચતું નથી ત્યારે ગેસ, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થવા માંડે  છે, પરંતુ વધુ પડતું એસિડ ઉત્પાદન, ઓડકાર કે એસિડિટી ક્યારેક ખતરનાક બની શકે છે. પેટના કેન્સર અથવા ગેસ્ટ્રિક કેન્સરના લક્ષણો પણ એના જેવા જ છે. જે તમારા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની શકે છે. જો કે, એવું જરૂરી નથી કે આવું દરેક સાથે થાય.

એસિડ રિફ્લક્સ ત્યારે થાય છે જ્યારે પેટમાં અસામાન્ય કોષો વધવા લાગે છે. જ્યારે એસિડ રિફ્લક્સ થાય છે, ત્યારે પેટની અંદરનો ખોરાક,ખોરાકની પાઇપમાં પાછો આવવા લાગે છે. જેના કારણે અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. ઘણી વખત લોકો તેને પેટના કેન્સર સાથે જોડવા લાગે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી કે તે પેટનું કેન્સર જ હોય. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જો આવું લાંબા સમય સુધી થતું હોય અથવા તો ઘણી તકલીફ હોય તો ચોક્કસથી ડૉક્ટરની સલાહ લો. સમયસર નિદાન સાથે, કોઈપણ રોગનો ઝડપથી ઇલાજ કરી શકાય છે. કેટલીકવાર એસિડ અને પેટના કેન્સરના લક્ષણો સમાન હોઈ શકે છે.

પેટના કેન્સરના લક્ષણો
 
 
એસિડ રિફ્લક્સ
 
હાર્ટબર્ન
 
ખોરાક ગળવામાં મુશ્કેલી
 
અપચો અને અતિશય ઓડકાર
 
વારંવાર બીમાર થવું
 
ખાધા પછી ઝડપથી પેટ ભરેલું લાગે 
 
ભૂખ અને વજનમાં ઘટાડો
 
પેટમાં દુખાવો અને ખાડો પાડવા જેવું લાગે  
 
દિવસભર થાક અને ઉર્જાનો અભાવ લાગે 

નિષ્ણાતોના મતે, ગેસ્ટ્રિક કેન્સરનું મુખ્ય કારણ એ હોઈ શકે છે જ્યારે તમને વધુ પડતું અને સતત એસિડ રિફ્લક્સ થવાનું શરૂ થાય છે. જે લોકો હાઈ કાર્બોહાઈડ્રેટ અને હાઈ ફેટ ફૂડ ખાય છે તેઓ આ સમસ્યાથી વધુ પીડાય છે. ક્રોનિક એસિડ રિફ્લક્સ પેટના ઉપલા સ્તરને નુકસાન પહોંચાડે છે. જેના કારણે કેન્સરનો ખતરો રહે છે.
 
એસિડ રિફ્લક્સ શું છે?
જ્યારે તમે ખોરાક ખાઓ છો, ત્યારે એસોફેજલ સ્ફિન્ક્ટર નામના સ્નાયુ બંધ થઈ જાય છે. પરંતુ જો કોઈને ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ અથવા જીઈઆરડીની સમસ્યા હોય તો સ્ફિન્ક્ટર નબળું પડવા લાગે છે અને પેટમાં ખોરાક પાછો આવવા લાગે છે. જેના કારણે હાર્ટબર્ન, એસિડિટી, ખાટા ઓડકાર, ઉલટી અને ઉબકા જેવા લક્ષણો દેખાવા માંડે  છે.

સંબંધિત સમાચાર

Next Article