મોટાભાગના ઘરમાં તહેવારોમાં અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બને છે. આ વસ્તુનો ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પણ પેટની હાલત ટાઈટ કરી નાખે છે. વધુ તેલવાળી વસ્તુ, મીઠાઈ અને પકવાન ખાવાથી પેટમાં કબજિયાતની સમસ્યા વધી જાય છે. ગેસ અને એસિડિટીથી લોકો પરેશાન રહે છે. આવામાં તમે અનેક ઘરેલુ ઉપાયો અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ ઉપાયો કરવાથી તમારુ પેટ પણ સાફ થઈ જશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. પેટમાં જમા બધો કચરો અને ગંદકી બહાર નીકળી જશે. જાણો કબજિયાત અને ગેસ એસિડિટી માટે કયા ઉપાય કરશો ?
કબજિયાત અને ગેસ એસિડિટીએ કેવી રીતે રાહત મેળવશો ?
સંચળ અને અજમો - સંચળ અને અજમો પેટ માટે અસરકારક ઘરેલુ ઉપચાર છે. આ માટે અજમાને વાટીને તેમાં સંચળ મિક્સ કરો. જ્યારે પણ તમને ગેસ, કબજિયાત અને એસિડિટી થાય ત્યારે આ પાવડર 1 ચમચી ખાઓ. તમને ગેસની એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મળશે. અજમામાં એવા તત્વો હોય છે જે કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.
વરિયાળી- અજીર્ણની સમસ્યામાં પણ વરિયાળીનું સેવન ફાયદાકારક છે. વરિયાળી ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટી ઓછી થાય છે. વરિયાળીમાં ઠંડકની અસર હોય છે જે પેટની ગરમીને શાંત કરે છે. તેનાથી બળતરા ઓછી થાય છે અને કબજિયાતથી રાહત મળે છે. વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ખાવાથી પેટ સાફ થાય છે અને એસિડિટી ઓછી થાય છે. રોજ જમ્યા પછી 1 ચમચી વરિયાળી ખાવાની ટેવ પાડો.
પપૈયું- કબજિયાત માટે આ એક અસરકારક અને સરળ ઉપાય એ છે કે જ્યારે પણ તમને એવું લાગે કે તમારું પેટ ફૂલી રહ્યું છે અથવા તમને કબજિયાત છે ત્યારે પપૈયું ખાવું. ખાલી પેટે પપૈયું ખાવાથી ગેસ અને એસિડિટીથી પણ રાહત મળે છે. જૂની કબજિયાત પણ આનાથી મટાડી શકાય છે. રોજિંદા આહારમાં પપૈયાનો સમાવેશ કરવાથી પાચન સંબંધી તમામ રોગો મટે છે.
ત્રિફલા ચૂરણ - જો તમને કબજિયાત ગેસ અને એસીડિટીથી છુટકારો મેળવવો છે તો રોજ ત્રિફળાનુ સેવન શરૂ કરી દો. આયુર્વેદદમાં ત્રિફળાને પેટના રોગ દૂર કરવા માટે અસરદાર માનવામાં આવે છે. ત્રિફળા ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. તેનાથી ગેસ અને એસીડિટીમાં પણ રાહત મળે છે. જો ત્રિફળા નથી તો તમે આમળાનુ ચૂરણ પણ ખાઈ શકો છો. તેનાથી તમારી પેટની બધી સમસ્યા દૂર થશે.