Rishi Panchami Vrat 2025: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Sama Pacham Vrat 2024 હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે.  કેવડાત્રીજ પછી આજે લોકો  ઋષિ પંચમીની કરી રહ્યા  છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 28 ઓગસ્ટ  એટલે કે ગુરૂવારના દિવસે ઉજવાશે.  હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી પરિણીત મહિલાઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. આ સિવાય વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહે છે. દર વર્ષે ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર વિનાયક ચતુર્થીના બીજા દિવસે આવે છે. આ પર્વના દિવસે સાત ઋષિઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવે છે. આ વ્રત જાણતા-અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ આપે છે. આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. પુરૂષો પણ પોતાની પત્નીઓ માટે આ વ્રત રાખી શકે છે.આવો જાણીએ  ઋષિ પંચમીનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ.. 
 
ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતનુ મહત્વ વિશે વિશેષ પ્રચલન આ વાતનુ છે કે જો કોઈ સ્ત્રી પોતાના જીવનમાં કોઈ કારણે કોઈ પાપ કર્યું  છે તો અને તે તેના પરિણામને ભોગવવા મ હોય તો  ઋષિ પંચમીના દિવસે વ્રત કરીને  પાપથી મુક્ત થઈ શકે છે. આ સાથે જ સુહાગન મહિલાઓએ  ઋષિ પંચમી વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે.  ઉલ્લેખનીય છે કે  ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા કરે છે. 
 
પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ 27 ઓગસ્ટ, બપોરે 3:44 કલાકે   શરૂ થશે અને 28 ઓગસ્ટ, સાંજે 5:56 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિ અનુસાર ઋષિ પંચમીનું વ્રત 28 ઓગસ્ટ 2025, ગુરુવારે  જ રાખવામાં આવશે.
 
ઋષિ પંચમી વ્રતની પૂજા વિધિ 
 
-  ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ સૂર્ય નીકળતા પહેલા સ્નાન કરે. 
- ત્યારબદ મહિલાઓ પૂજા સ્થાન પર ચોક બનાવીને સપ્તઋષિની પ્રતિમા બનાવે છે. 
- પૂજાની તમામ સામગ્રી જેમ કે ધૂપ, દીવો, ફળ, ફૂલ, ઘી, પંચામૃત વગેરે એકત્રિત કરો.
- પોસ્ટ પર લાલ કે પીળું કપડું પાથરીને સપ્તર્ષિનું ચિત્ર સ્થાપિત કરો અને કળશમાં ગંગા જળ ભરીને રાખો.
- જો તમે ઈચ્છો તો તમારા ગુરુનો ફોટો પણ લગાવી શકો છો.
- કળશમાંથી જળ લઈને સપ્તઋષિઓને અર્પણ કરો અને અગરબત્તી કરો.
- હવે તેમને ફળ, ફૂલ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરો.
- પૂજા દરમિયાન સપ્તઋષિઓને ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
- સપ્તર્ષિઓના મંત્રોનો જાપ કરો અને અંતે તમારી ભૂલોની માફી માગો
- ધ્યાન રકહો કે વ્રત કરનારી સ્ત્રીએ અનાજનુ ભૂલથી પણ સેવન ન કરવુ 
- આ ઉપરાંત મહિલાઓએ ઉધાપનના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવુ. 

ઋષિ પંચમી 2024 પૂજા મંત્ર
 
कश्यपोत्रिर्भरद्वाजो विश्वामित्रोथ गौतमः,
जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृताः,
दहन्तु पापं सर्व गृह्नन्त्वर्ध्यं नमो नमः.


સામા/ઋષિ પંચમીનું મહત્વ
ઋષિ પંચમી એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી, પરંતુ સપ્તર્ષિઓ અથવા હિન્દુ સંસ્કૃતિના સાત ઋષિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપવાસ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મહિલાઓને માસિક ધર્મની સમસ્યાઓથી રાહત મળે છે. સાત ઋષિઓના નામ છે, કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ.


 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર