આદુની ચા થી કરો દિવસની શરૂઆત પછી જુઓ કમાલ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (12:58 IST)
અનેક લોકો પોતાના દિવસની શરૂઆત ચા પી ને કરે છે. કારણ કે ચા વગર તેમની ઉંધ  ખુલતી નથી.  પણ ચા નુ સેવન આરોગ્ય માટે હાનિકારક હોય છે. આવામાં તમે તમારા દિવસની શરૂઆત આદુવાળી ચા થી કરી શકો છો. તેનાથી તમારુ વજન ઘટવામાં મદદ મળવા ઉપરાંત આપ અનેક બીમારીઓથી બચ્યા રહો છો. 
 
વજન ઘટાડો - તેનાથી મેટાબૉલિજ્મ તેજ થાય છે અને ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. જેનાથી ફૈટ બર્નમાં ઘણી મદદ મળે છે.  આવામાં જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો આ ચાનુ સેવન જરૂર કરો 
 
સારી પાચન ક્રિયા - આદુની ચા પીવાથી પાચન ક્રિયા સારી રહે છે.  સાથે જ તેનાથી તમારુ પેટ ફુલવુ,  અપચો, વોમિટિંગ અને હાર્ટ બર્ન જેવી સમસ્યાઓથી બચ્યા રહો છો. 
 
મોર્નિંગ સિકનેસથી છુટકારો -1 ચમચી આદુના રસમાં 1 ચમચી ફુદીનાનો રસ 1 ચમચી મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને પીવો. તેમા પ્રેગનેંસી દરમિયાન મોર્નિગ સિકનેસથી રાહત મળે છે. 
 
વાળ અને સ્કિન માટે - એંટીઑક્સીડેંટ અને વિટામિન્સના ગુણોથી ભરપૂર આદુવાળી ચા પીવાથી વાળ હેલ્ધી થાય છે.  સાથે જ તેનાથી સ્કિનમાં પણ નેચરલ ગ્લો આવે છે. તેનાથી તમે એંટી એજિંગ અને પિંપલ્સ જેવી પરેશાનીઓથી પણ બચ્યા રહો છો. 
 
કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ - આદુની ચા આરોગ્ય માટે ઘણી સારી છે. કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.  આદુ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનુ કામ કરે છે. જેનાથી દિલની બીમારીઓનો ખતર ઘણો ઘટી જાય છે. તમે આદુની ચા ઉપરાંત આદુ જૈમ, આદુ સ્મુધી કે સૂપ બનાવીને પણ પી શકો છો
 
થાક અને એનર્જી - આદુમાં એંટી ઈંફેમેટરી ગુણ જોવા મળે છે.  જે શરીરનો સોજો, મસલ્સ પેન અને સાંધાના દુખાવાથી રાહત અપાવે છે. 
 
શરદી ખાંસીથી બચાવ - આ ચાનુ સેવન શિયાળામાં ખૂબ લાભકારી છે. કારણ કે તેનાથી તમે શરદી ખાંસી જેવી સમસ્યાઓથી બચી શકો છો. 
 
બ્લડ સર્કુલેશનમાં સુધાર - વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડવાળી આદુની ચા બ્લડ સર્કુલેશનને પણ સારુ રાખે છે. જેનાથી દિલ સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘટી જાય છે. 
 
પીરિયડ્સના દુખાવામાં રાહત - પીરિયડ્સ દરમિયાન જે મહિલાઓને પેટ કમર કે માંસપેશીઓમાં જકડનની સમસ્યા થાય છે તેમને માટે પણ આદુની ચા લાભકારી છે. તમે તેમા એ ટીસ્પૂન મધ મિક્સ કરી લેશો તો વધુ ફાયદો મળશે. 
 
સ્ટ્રેસથી છુટકારો - તેમા રહેલ અરોમા અને હિલિંગ પ્રોપર્ટી મગજને શાંત કરી સ્ટ્રેસથી છુટકારો આપે છે.  સાથે જ આદુની ચા પીવાથી  ડિપ્રેશનનો ખતરો ટળી જાય છે. 

સંબંધિત સમાચાર

Next Article