ટ્વિટર પર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2022 (11:26 IST)
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર પર વાપીસ થઈ ગઈ છે.
 
કંપનીએ તેમના સસ્પેન્ડેડ ઍકાઉન્ટને બહાલ કર્યું છે.
 
આ પહેલાં કંપનીના નવા પ્રમુખ એલન મસ્કે ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીને લઈને એક પોલ કર્યો હતો.
<

pic.twitter.com/csX07ZVWGe

— Donald J. Trump (@realDonaldTrump) January 8, 2021 >
પોલમાં યુઝરોએ નક્કી કરવાનું હતું કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી થવી જોઈએ કે નહીં.
 
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમને ટ્વિટર પર પરત ફરવામાં કોઈ રસ નથી, આના સ્થાને તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર રહેવાનું પસંદ કરે છે.
 
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ગત વર્ષે જાન્યુઆરીમાં વૉશિંગટનમાં કૅપિટલ બિલ્ડિંગ પર થયેલ હુમલાને જોતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી પ્રતિબંધિત કરાયા હતા.
 
જે બાદ તેમણે પોતાનું અંગત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ટ્રુથ સોશિયલ’ શરૂ કર્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article