સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે હવે તેના કોઈપણ એટીએમ (Cash withdrawal from SBI ATMs)માંથી કેશ કાઢવી વધુ સુરક્ષિત થઈ ગયુ છે. જો એસબીઆઈ એટીએમ માંથી 10 હજાર કે તેનાથી વધુ નિકાસી કરે છે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી (SBI ATM OTP service) મોકલવામાં આવશે. ત્યારબાદ જ પૈસા કાઢી શકાશે.
18 સપ્ટેમ્બરથી 24 કલાક માટે આ નિયમ લાગૂ
આ ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે એટીએમ ફ્રોડથી ગ્રાહકોને બચાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ આખા દેશમાં 24 કલાક માટે ઓટીપી આધારિત સેવાની શરૂઆત કરી છે. નવો નિયમ 18 સપ્ટેમ્બરથી લાગૂ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિયમ ફક્ત એસબીઆઈ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે લાગૂ થશે.
ઓટીપી વગર ટ્રાંજેક્શન નહી
બેંકે પોતાના ગ્રાહકોને એવુ પણ કહ્યુ છે કે જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરી એસબીઆઈ એટીએમમાંથી પૈસા કાઢવા માટે જઈ રહ્યા છો તો મોબાઈલ જરૂર લઈ જાવ. આ વાતને સમજવાની જરૂર છે કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી નાખ્યા પછી જ 10 હજાર કે તેનાથી વધુ પૈસા કાઢી શકશો.
અપડેટેડ મોબાઈલ નંબર જરૂર રજિસ્ટર કરાવો
જો કોઈ ગ્રાહક પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તો તે પોતાના એસબીઆઈ ડેબિટ કાર્ડમાંથી એસબીઆઈ એટીએમ પર 10 હજારથી વધુ રૂપિયા નહી કાઢી શકે. આવામાં તેણે જલ્દીથી પોતાનો અપડેટેડ નંબર રજીસ્ટર્ડ કરાવી લેવો જોઈએ.
હાલ 12 કલાક લાગૂ છે આ નિયમ
ઉલ્લેખનીય છે કે સ્ટેત બેંકે આ નિયમ ને પહેલા જ લાગૂ કર્યો હતો. 18 સપ્ટેમ્બરથી તેને 24 કલાક માટે લાગૂ કરવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ ઓટીપી પ્રક્રિયા રાત્રે 8 થી સવારે 8 સુધી લાગૂ થાય છે. તેમા એમાઉંટ એંટર કરવાથી ઓટીપી સ્ક્રીન ખુલી જાય છે અને ત્યા તમને તમારા મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી નાખવાનો હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ ટ્રાંજેક્શન થઈ શકશે.