મંત્રી સૌરભ પટેલના ઊર્જા વિભાગમાં પોલંપોલ, ૧,૪૬,૫૦૦ કરોડના MOU થયા પણ રોકાણ શૂન્ય

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (12:24 IST)
ઉદ્યોગો થકી ગુજરાતને વિકાસશીલ બનાવવા યોજવામાં આવતી ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ વિવિધ ક્ષેત્રમાં કરોડો રૃપિયાનુ મૂડીરોકાણ થશે તેવી મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. વાસ્તવમાં ભાજપના શાસનમાં વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન કરાયેલાં મૂડીરોકાણ અને રોજગારીના દાવાની અસલીયતનો પોલ ઉઘાડી પડી છે. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૦૯માં ઉર્જાક્ષેત્રમાં રૃા.૧,૪૬,૫૦૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતાં પણ દસ વર્ષ વિત્યા છતાંયે એકેય પાવર પ્રોજેક્ટ સ્થપાયો નથી.

ઉર્જામંત્રી સૌરભ દલાલ પહેલેથી વિવાદમાં રહ્યાં છે.અગાઉ પણ તેમને ખાણ ખનિજ,ઉર્જા વિભાગની બાગદોર સોંપવામાં આવી હતી ત્યારે ગેરરીતીઓનો દોર ચાલ્યો હતો. આ કારણોસર તેમને થોડાક વખતે હાઇકમાન્ડે રૃખસત આપી હતી. ફરી એકવાર તેમને આ જ વિભાગ સોંપાયો છે ત્યારે ઉર્જા વિભાગમાં કેટલી પોલંપોલ ચાલે છે અને વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ થકી કેવા ગપગોળા છોડી વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે તેનો આજે વિધાનસભામાં પર્દાફાશ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના એવી હકીકત બહાર આવી કે, મૂડીપતિઓને લાભ થાય તેવી ભાજપની નીતિ રહી છે. વર્ષ ૨૦૦૭,વર્ષ ૨૦૦૯માં ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાના વચન સાથે અદાણી પાવર લિ,યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝ લિ,ટોરેન્ટ પાવર લિ,અદાણી પાવર વીજ યોજના સહિતની કંપનીઓએ એમઓયુ કર્યા હતાં પણ આ કંપનીઓએ આજે દર્ષ વર્ષ બાદ પણ એક કાણીપાઇનું મૂડીરોકાણ કર્યુ નહી. સરકારે એવી કબૂલાત કરી ેકે,એમઓયુ કરનાર કંપનીઓને હવે પ્લાન્ટ શરૃ કરવામાં રસ નથી.ટોરેન્ટ પાવરે તો પ્રોજેક્ટ જ રદ કરવા ભલામણ કરી દીધી છે.આમ, વાયબ્રન્ટ ગુજરાત વખતે ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પાદનની વાતો કરનાર ભાજપ સરકાર એક મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકી નહીં.

સંબંધિત સમાચાર

Next Article