બ્રાન્ડ પેટીએમની માલિક અને મોખરાની પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા ભારતમાં ક્યુઆર કોડ અને મોબાઈલ પેમેન્ટમાં પાયોનિયર વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (ઓસીએલ) દ્વારા ભારતની અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ કંપની એચડીએફસી એરગો સાથે મળીને એક ગ્રુપ ઈન્સ્યોરન્સ પ્લાન રજૂ કર્યો છે, જેનાથી તમામ એપ્પ અને વૉલેટ મારફતે કરાયેલા યુપીઆઈ વ્યવહારો સુરક્ષિત કરી શકાશે.
આ નવી ઈન્સ્યોરન્સ ઓફર વાર્ષિક રૂ.30 જેટલા ઓછા ખર્ચે મળી રહે છે અને યુઝર્સ રૂ.10,000 સુધીના આર્થિક વ્યવહારોને ગૂનાહિત મોબાઈલ ટ્રાન્ઝેક્શન્સથી સુરક્ષિત કરી શકશે. વાર્ષિક રૂ.1 લાખ સુધીના વ્યવહારોને આવરી લેવા માટે વધુ સુરક્ષા ધરાવતા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
આ પ્રકારની અનોખી ઓફર રજૂ કરવાનો ઉદ્દેશ ભરોંસાપાત્ર ડિજીટલ પેમેન્ટનો અનુભવ પૂરો પાડીને દેશમાં આ પ્રકારની ચૂકવણીને પ્રોત્સાહિત કરવાનો છે. મોબાઈલ પેમેન્ટમાં પાયોનિયર પેટીએમ વ્યાપક પહોંચ ધરાવે છે. એચડીએફસી એરગો હવે આવી ચૂકવણીઓ માટે પોસાય તેવા અને ઘનિષ્ટ ઈન્સ્યોરન્સ પ્લાન રજૂ કરી રહી છે.
આ અનોખી પોલિસીની રજૂઆત કરવા પ્રસંગે પેટીએમના લેન્ડીંગ અને હેડ ઓફ પેમેન્ટ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે “અમે ભારતમાં મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં મોખરે છીએ. ગ્રાહકોની સુરક્ષા અમારી ઉચ્ચ અગ્રતા છે. અમે એક એવું સુરક્ષા કવચ પૂરૂં પાડી રહ્યા છીએ કે જે યુઝર્સને સાયબર ક્રાઈમ સામે સુરક્ષા પૂરી પાડશે. એચડીએફસી એરગો સાથે અમારી ભાગીદારી એ નાણાંકિય જાગૃતિ ઉભી કરીને દેશમાં સલામત ડિજીટલ પેમેન્ટ અપનાવવાનું વલણ વધારવા માટે છે.”
એચડીએફસી એરગો જનરલ ઈન્સ્યોરન્સના પ્રેસિડેન્ટ, રિટેઈલ બિઝનેસ પ્રથાનીલ ઘોષ જણાવે છે કે “દેશમાં ખાસ કરીને મહામારી પછી મોબાઈલ વૉલેટસ અને યુપીઆઈ મારફતે ચૂકવણીમાં ભારે વધારો થયો છે. તેનાથી આસાની અને સુગમતા પ્રાપ્ત થઈ છે, પરંતુ ગ્રાહકો સાયબર ફ્રોડ થવાની ભીતિ અનુભવે છે. અમે પેટીએમના પાર્ટનર બનતાં રોમાંચ અનુભવી રહ્યા છીએ અને અમે ગ્રાહકોને ઈનોવેટીવ સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે તથા વર્તમાન સમયના ડિજીટલ યુગમાં સાયબર સુરક્ષા પ્રતિજ્ઞાબધ્ધ છીએ. અમારી આ ઘનિષ્ટ ઈન્સ્યોરન્સ ઓફરની સાથે સાથે પેટીએમની ડિજીટલ પહોંચને કારણે દેશમાં ડિજીટલ વૃધ્ધિની સાથે સાથે નાણાંકિય સમાવેશિતા પ્રાપ્ત થવા ઉપરાંત સાયબર ફ્રોડથી સુરક્ષા મળી રહેશે.”
દેશમાં પેટીએમ એ અગ્રણી ફીનટેક ઈનોવેટર છે. કંપનીએ તાજેતરમાં યુપીઆઈ ઈન્ટરઓપરેબિલીટી રજૂ કરી છે, જેમાં યુઝર્સ કોઈપણ મોબાઈલ મારફતે નાણાં મેળવનાર રજીસ્ટર્ડ ના હોય તો પણ પેટીએમથી તમામ યુપીઆઈ પેમેન્ટસ કરી શકશે. આ કારણે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ)નો વ્યાપ વધશે અને મોબાઈલથી ચૂકવણી વ્યાપક બનશે.