નાયકાના શેર્સે રોકાણકારોને કર્યા માલામાલ, એક દિવસમાં થઇ ગયા બમણા પૈસા

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (13:38 IST)
નાયકાના આઇપીઓમાં પૈસા લગાવનાર રોકાણકારો એક દિવસમાં માલામાલ થઇ ગયા છે. કંપનીએ રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ 96 ટકાનું રીટર્ન આપ્યું છે. નાયકા બ્યૂટી અને વેલનેસ પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ કરે છે. કંપનીના ઇશ્યૂને લગભગ 82 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. 
 
લિસ્ટિંગ બાદ કંપનીના શેર્સ 96.07 ટકાની તેજી સાથે 2205.80 રૂપિયા પર બંધ થયો હતો. પહેલાં દિવસે જ કંપનીના શેર 1080.80 રૂપિયા વધી ગયા હતા. આ ઉપરાંત જો હાઇની વાત કરીએ તો સ્ટોકે 2248 રૂપિઆનો હાઇ બનાવ્યો હતો. 
 
બીએસઇ પર કંપનીના શેર  77.86 ની બઢત સાથે 2,001 પર લિસ્ટ થયો હતો. ત્યારબાદ 99.83 ટકા વધારા સાથે 2,248.10 રૂપિયા પર પહોંચી ગયો હતો. કારોબારના અંતમાં આ સ્ટોક  96.15 ની બઢત સાથે 2,206.70 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો હતો. 
 
આ ઉપરાંત એનએસઇ પર આ સ્ટોક 79.37 ટકા પ્રીમિયમ સાથે 2,018 રૂપિઆ પર લિસ્ટ થયો અને કારોબારના અંતમાં આ 96.26 ટકાની બઢત સાથે 2,208 રૂપિયા પર બંધ થયું. 
 
બીએસઇમાં કંપનીનું માર્કેટ વેલ્યૂ એક લાખ કરોડ રૂપિયાને પાર કરતાં 1,04,438.88 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ મહિનાની શરૂઆતમાં એફએસએન ઇ-કોમર્સ વેંચર્સના આઇપીઓ માટે 81.78 ગણું વળતર મળ્યું હતું. કંપનીના 5,352 કરોડ રૂપિયાના આઇપીઓ હેઠળ કિંમત દાયરો 1,085-1,125 રૂપિયા પ્રતિ શેર હતો. 
 
કંપનીના કારોબારની વાત કરીએ તો ફિસ્કલ ઇયર 2021 માં કંપનીએ 1.71 કરોડ ઓર્ડર ડિલીવર કર્યા હતા. દેશભરમાં 40 શહેરોમાં Nykaa ના લગભગ 80 ઓફલાઇન સ્ટોર છે. ગત ફાઇનેંશિયલ ઇયરમાં કંપનીનું રેવન્યૂ બઢીને 2

સંબંધિત સમાચાર

Next Article