અમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (12:09 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાબાદ દિલ્હી પરત ફરતા સમયે અમદાવાદ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીએ અમદાવાદના મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે એક ‘ગુપ્ત’ મુલાકાત કરી હતી. દિલ્હી પરત ફરતા પહેલા મોદી અને વેપારીએ વચ્ચે આ બેઠક  જીએસટીના મુદ્દે થઈ હતી.  ગુજરાતના વેપારીઓ જીએસટીના મુદ્દે નારાજ છે અને ચૂંટણીમાં વિરોધમાં મતદાન કરશે તેવા ડરમાં ભાજપના નેતા આવી ગયા છે.

આ મુદ્દે ખુદ નરેન્દ્ર મોદી પણ વાકેફ છે. જેના કારણે દિલ્હી જતા પહેલા મોદીએ અમદાવાદના વેપારીઓ સાથે મીટિંગ ગોઠવી હતી. એરપોર્ટ પર વેપારીએ સાથે મીટિંગમાં મોદીએ ખાતરી આપી હતી કે ચૂંટણી બાદ તેઓ વેપારીઓને ફાયદો થાય તેવા ફેરફાર કરી જીએસટીમાં સુધારો કરશે.  જો કે વેપારીઓ મોદીની વાત પર કેટલો ભરોસો કરશે તે સમય કહેશે.

સંબંધિત સમાચાર

Next Article